રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જામનગર સહિતના જિલ્લાઓમાં ત્રાટકશે

અમદાવાદ, રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં હજુ ગરમી શરૂ થાય તે પહેલાં રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ તરફ હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૧ થી ૨ માર્ચના દિવસ હળવા વરસાદ સાથે ભારે પવન રહશે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરી છે કે, ૧ થી ૨ માર્ચના દિવસ હળવા વરસાદ સાથે ભારે પવન રહશે. જેમાં ૧ માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઇ છે.

આ સાથે ૨ માર્ચના રોજ પાટણ, બનાસકાંઠા, અરવલ્લી મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઇ છે.