રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૮.૪૧ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૪૦ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યના ૬૪ તાલુકામાં ૨૦ થી ૪૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૧૦૮ તાલુકામાં ૧૦ થી ૨૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૩૯ તાલુકામાં ૫ થી ૧૦ ઈંચ વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં સિઝનોનો ૫૧.૧૪ ટકા વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં સિઝનોનો ૭૮.૨૦ ટકા વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં સિઝનોનો ૮૨.૫૩ ટકા વરસાદ નોંધાયો. મય ગુજરાતમાં સિઝનનો ૪૯.૨૯ ટકા વરસાદ નોંધાયો હતો.
સરદાર સરોવર ડેમ સહિત રાજ્યનાં મોટાભાગનાં ડેમમાં પાણીની આવક થવા પામી છે. ઉપરવાસમાં સારા વરસાદનાં લીધે ૬૪.૫૪ ટકા ડેમ ભરાયો હતો. રાજ્યનાં ૬૧ ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ૧૨ ડેમ એલર્ટ પર, ૧૨ ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. સારા વરસાદના લીધે રાજ્યનાં ૪૭ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે. રાજ્યનાં ૨૦૬ જેટલા જળાશયમાં ૬૦ ટકા પાણીનો સંગ્રહ થયો હતો. રાજ્યનાં ૪૦ જળાશયમાં ૭૦ થી ૧૦૦ ટકા પાણીનો સંગ્રહ થયો હતો. રાજ્યનાં ૨૦ જળાશય ૫૦ થી ૭૦ ટકા ભરાયા હતા.