રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, અમદાવાદમાં ૫ દિવસ યલો એલર્ટની આગાહી

અમદાવાદ, આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. હાલ વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધારો નહીં થાય. ગુજરાતમાં ૪૧ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. તો અમદાવાદમાં ૪૨ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે.

હવામાન વિભાગે માહિતી આપી છે કે સૂર્યનારાયણના આકરા પ્રકોપમાંથી ગુજરાતને આંશિક રાહત મળશે. હાલ પશ્ર્ચિમી પવન સાથે ભેજ આવતા વાદળ બનતા રાજ્યમાં એકાદ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પશ્ર્ચિમના પવનો ફૂંકાવવાને પગલે ભેજવાળું વાતાવરણ થશે. કેટલીક જગ્યાએ હાલમાં પશ્ર્ચિમ તરફથી આવી રહેલા પવનોને કારણે તાપમાનમાં વધારો નહિ થાય. તો સાથે જ રાજ્ય પર હાલ કોઈ વાવાઝોડાની અસર નહિ હોવાનું પણ જણાવ્યુ હતુ.