
- તા.27/02/2024 થી 29/02/2024 દરમિયાન સ્પોર્ટસ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે રાજ્યકક્ષાની સિનીયર સીટીજન એથ્લેટીક્સ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું.
નડિયાદ,ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે જીલ્લા રમત ગમત અધિકારી ખેડા-નડિયાદ દ્વારા રાજ્યકક્ષાની સિનીયર સીટીજન એથ્લેટીક્સ (ભાઈઓ/બહેનો) ની સ્પર્ધા તારીખ 27/02/2024 થી 29/02/2024 દરમ્યાન સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યના 33 જીલ્લાઓની ટીમોના ખેલાડીએ ભાગ લીધો હતો. જેમાં 60 વર્ષથી ઉપર 250 થી વધુ સીનીયર સીટીજન ખેલાડી ભાઈઓ, બહેનોએ જુસ્સા ભેર ભાગ લીધો હતો.

રાજ્યકક્ષાની સિનીયર સીટીજન એથ્લેટીક્સ સ્પર્ધાના ઉદ્ધાટન પ્રસંગે અક્ષયભાઈ મકવાણા જીલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા-નડિયાદ, ડો. મનસુખભાઈ તાવેથીયા, લક્ષ્મણસિંહ ચૌહાણ – જીલ્લા રમતગમત અધિકારી, ખેડા-નડિયાદ, જી.સી.શાહ સિનિયર એથ્લેટિક્સ સ્ટાટર તથા ગુજરાત રાજય એથ્લેટિક્સ એસોસિએશના પ્રતિનિધિ ચિરાગ પટેલ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.

આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને ખેડા જીલ્લા શિક્ષાણાધિકારી કલ્પેશ રાવલ, અક્ષયભાઈ મકવાણા, જીલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા-નડિયાદ અને લક્ષ્મણસિંહ ચૌહાણ – જીલ્લા રમતગમત અધિકારી દ્વારા મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત SWEEP ના નોડલ ઓફિસર અને જીલ્લા શિક્ષાણાધિકારી કલ્પેશ રાવલના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત તમામ રમતવીરો તથા સ્ટાફગણ દ્વારા મતદાન જાગૃતિ અંગે સપથગ્રણન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.