નડીયાદ,તારીખ 07/03/2024 ના રોજ સ્પોર્ટસ સંકુલ, વડોદરા (માંજલપુર) ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની પરંપરાગત લગોરી (સતોળિયું) સ્પર્ધામાં ખેડા જીલ્લા વતી પ્રતિનિધિત્વ દાખવી જીવનવિકાસ એજ્યુકેશન એકેડમી નડિઆદ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ મેળવેલ છે.
જે સંદર્ભે જીવનવિકાસ એજ્યુકેશન એકેડમી નડિઆદ સ્કૂલના સમસ્ત શાળા પરિવાર દ્વારા આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શાળાના વ્યાયામ શિક્ષક નરેશભાઈ ચૌધરી, શાળાના આચાર્ય પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિત તમામ શાળા સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.