દાહોદ,રાજ્યમાં સ્વાગત સપ્તાહ કાર્યક્રમની 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે રાજ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા તેમજ અરજદારો સાથે સંવાદ સાધ્યો હતો અને પ્રાસગિક સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં આજના રાજ્ય સ્વાગત કાર્યકમમાં દાહોદ જિલ્લા સેવા સદન ખાતેથી કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર, પ્રાયોજના વહીવદાર સ્મિત લોઢા સહિતના અઘિકારીઓ અહીથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.