કડાણા,
ચિલ્ડ્રન યુનિવર્સીટી ગોંધીનગર અંતર્ગત નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી અંડર 9-11 એથ્લેટિક મીટમો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ખુબજ અંતરિયાળ ગામના મોટા પડાદારા પ્રાથમિક શાળાના વિજેતા એવા તેજસ્વી તારલાઓએ તેમની પ્રતિભાનો પરચો સમગ્ર રાજ્ય લેવલે પ્રદર્શિત કરી ગામ કે શાળાનું જ નહિ રાજ્યમોં ડંકો વગાડ્યો છે. તેવા લાંબી કૂદમો વિજેતા તાવિયાડ મમતાબેન, તેમજ અંડર 11 દોડ 100 મીટરમો પગી ગંગાબેન તેમજ અંડર 9 દોડ 100 મીટરમો ખાટા આશાબેન પગી લક્ષ્મણભાઇએ રાજ્યકક્ષાએ ડંકો વગાડી શાળાનું નામ રોશન કરી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. તે બદલ શાળા પરિવારે શુભેચ્છા પાઠવી.