દાહોદ,દાહોદ ખાતે તા. 02-03-2024 રોજ જીલ્લા કક્ષાનો મેળો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પા પા પગલી ” પ્રોજેક્ટ અંતર્ગત”ભૂલકા મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળાની થીમ “શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ” હેઠળ દાહોદ જીલ્લા પંચાયત પ્રમુખ ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાલીઓને પોષણ સાથે શિક્ષણ અંગેની જરૂરી માહિતી આપી જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. જે માટે વિષય નિષ્ણાંત ખાસ તજજ્ઞને પણ આમન્ત્રિત કરવામાં આવ્યા હતા.
તદુપરાંત આંગણવાડીના અભ્યાસ ક્રમની થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટેરિયરલ ઝકખ નું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેમાં 65 થી વધુ ટી.એલ.એમ મુકવામાં આવ્યા હતા. આ ટી. એલ.એમ બાળકોના માનસિક, શારીરિક, બૌધિક, ભાષાકિય, સામાજીક, ભાવનાત્મક, સર્જનામક્ત, વિકાસને ધ્યાનમાં રાખીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે મુજબ બનાવવામાં આવ્યા હતા. જે ઘરમાંથી સરળતાથી ઉપલબ્ધ હોય તેવી લો કોસ્ટ સાધન સામગ્રીમાંથી બનાવવામાં આવ્યા હતા. તેનો ઉપયોગ અને ફાયદા વિશે વાલીઓને વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.
આ અંગે વધુ પ્રકાશ પાડતા પ્રોગ્રામ ઓફિસરે મહિલા અને બાળ વિકાસ વિભાગ દાહોદના જણાવ્યા મુજબ વાલીઓ ભૂલકા મેળામાં જોડાયા તેનું મુખ્ય કારણ એ છે કે, જો ઘરમાં શૈક્ષણીક વાતાવરણ હશે તો બાળકો આંગણવાડીમા આવવા પ્રેરાશે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની રમત સાથે ગમ્મતની પ્રવૃતિઓ હાથ ધરવાથી બાળકોનો સર્વાંગી વિકાસ થશે. જે 3 થી 5 વર્ષના બાળકો માટે ઘણી જરૂરી છે.
તદુપરાંત કાર્યકર્મ અંર્તગત દાહોદ જીલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાના તમામ ઘટકના પી.એસ.ઈ.સ્ટાફ, મુખ્ય સેવિકા બહેનો તેમજ વર્કર બહેનો દ્વારા ભૂલકા મેળામાં ટી. એલ.એમ.કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
આટી.એલ.એમ.માં સૌથી ઉત્કૃષ્ટ ટી. એલ.એમ. કૃતિને સારી કામગીરી પ્રથમ નંબર આવવા બદલ સન્માનિત કરવામાં આવેલ હતી. ત્યાર બાદ આટી.એલ.એમ કૃતિને ઝોન કક્ષાએ હરીફાઈ માટે નામ નોમિનેટ કરતાં તા. 04-03-2024 ના રોજ ઝોન કક્ષાએ ભૂલકા મેળાનુ આયોજન કરવામાં આવતાં ત્યાં દાહોદ ટી. એલ.એમ.કૃતિનો પ્રથમ નંબર આપવામાં આવેલ, તેઓને ઝોન કક્ષાના ભૂલકા મેળામાં ભાગ લીધો હતો.
જેમાં ઝોન કક્ષાએ પણ દહોદ ટીમનો સર્વ શ્રેષ્ઠ ઝકખ કૃતિ માટે પ્રથમ નંબર આવ્યો હતો. ત્યારબાદ તા. 06-03-2024 ના રોજ દાહોદ જીલ્લાની ઝકખ કૃતિ રાજ્ય કક્ષાએ ભૂલકા મેળામાં રજુ કરવામાં આવી હતી. જેમાં દાહોદ જીલ્લાની ઝકખ કૃતિને રાજ્ય કક્ષાએ ભૂલકા મેળા- 2024 દાહોદ જીલ્લાની સર્વ શ્રેષ્ઠ ઝકખ કૃતિ દ્રિતીય નંબર સાથે વિજેતા થઈ હતી. જે દાહોદ જીલ્લા માટે ખુબ જ ગર્વની વાત છે.