રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોના પડતર પ્રશ્ર્નોને લઈને હાલોલ ધારાસભ્યને આવેદનપત્ર અપાયું

દાહોદ, સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ આપવામાં આવે છે. આ સંદર્ભે ઘણા વર્ષોથી સામાજીક સેવાઓ સાથે શિક્ષણ કાર્યમાં અવિરત સેવા બજાવતા શિક્ષકોને પોતાની માંગણીઓ માટે સરકારમાં રજૂઆત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સરકારમાં ફેડરેશન દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કેટલીક બાબતો હજુ સુધી પણ સ્વીકાર કરવામાં આવેલ નથી. રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર શિક્ષકો દ્વારા વિવિધ માંગણીઓને જેવી કે ગુજરાત પરિવહન નિગમની તમામ બસોમાં મફત પાસ, બે વાર્ષિક ઈજાફા, સરકારી કામગીરીમાં સેવાઓ જેવી વિવિધ રજૂઆતો લઈને આજે હાલોલ ના ધારાસભ્ય જયદ્રસિંહ પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં હાલોલ તાલુકાના અતુલભાઈ પંચાલ, શૈલેષભાઈ પટેલ, વિભાબેન પટેલ, હસમુખભાઈ વણકર તથા ઘોઘંબા તાલુકાના રાજેશભાઈ પટેલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર તરફથી અમારો સંપૂર્ણ સહયોગ રહેશે.