રાજુલાના તાજનશા પીરબાપુના ડુંગર પર હિંદુ તથા મુસ્લિમ સમાજ દ્વારા શ્રીરામના અક્ષત કળશનું પૂજન કરાયું

રાજુલા, રાજુલા શહેર મધ્યા  આવેલા તાજનશા પીરબાપુ ના ડુંગર ઉપર તાજનશા પીરની દરગાહ અને ખોડીયાર માતાજી નુ મંદિર સાથે આવેલું છે અહીં રાજુલા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સાથે મળી ભગવાન શ્રીરામના કળશ ની પધરામણી કરવામાં આવી હતી અહીં આ ડુંગર ઉપર હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યર્ક્તાઓએ સાથે મળી ભગવાન શ્રીરામના બની રહેલા મંદિરના વધામણા કરી તેને આવકાર્યું હતું અને ભગવાન શ્રીરામના કળશની પૂજા અર્ચના કરી હતી.

આ હિન્દુ મુસ્લિમ ની એક્તા નો સમૂહ કાર્ય થતાં સમગ્ર શહેરીજનોએ આવકાર્યું હતું આ તકે ચિરાગભાઈ જોશી મનુભાઈ ધાખડા યુવરાજભાઈ રાહુલભાઈ મહેતા ફારુકભાઈ સેલોત રાજેશભાઈ ઝાખરા મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફ ભાઈ જોખિયા સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.