જયપુર,
રાજસ્થાનના સીકર જીલ્લામાં આવેલ જાણીતા ખાટૂ શ્યામજી મંદિરને વ્યવસ્થાઓમાં સુધાર અને ભીડ પ્રબંધનને સારી બનાવવા માટે હાલ સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યું છે.મંદિરના કપાટ આગામી આદેશ સુધી દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે.
શ્રી શ્યામ મંદિર સમિતિના અયક્ષ શંભુ સિંહે કહ્યું કે શ્રધાળુઓ માટે દર્શનની યોગ્ય વ્યવસ્થા કરવા માટે મંદિરને આગામી આદેશ સુધી દર્શન માટે પુરી રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમણે શ્રદ્ધાળુઓથી આગામી આદેશ બાદ જ દર્શન માટે મંદિર પહોંચવાની અપીલ કરી છે.
એ યાદ રહે કે આઠ ઓગષ્ટે મંદિરની બહાર મચેલી ભાસભાગમાં ત્રણ મહિલાઓના મોત થયા હતાં.તાજેતરમાં ભીડ પ્રબંધનના ઉપાયોને મજબુત કરવા માટે માટે ખાટૂ કસ્બામાં સુવિધાઓના સુધાર અને વિસ્તારને લઇ સીકરના જીલ્લા કલેકટર અમિત યાદવ,પોલીસ અધિક્ષક કુંવર રાષ્ટ્રીદીપ અને મંદિર સમિતિના પદાધિકારીઓની બેઠક થઇ હતી.બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિરને જનતા માટે બંધ કરવામાં આવે હવે મેળા મેદાનને શેડથી ઢાંકી દેવામાં આવશે,મેદાનમાં સ્થાયી લાઇન વ્યવસ્થા બનાવવા અને મંદિરમાં પ્રવેશ અને બહાર નિકળવાની વ્યવસ્થા કરવામાં આવશે.
એ યાદ રહે કે ખાટૂ શ્યામજી મંદિરની દેશભરમાં મોટી માન્યતા છે.સામાન્ય દિવસોમાં લગભગ ૨૦થી ૨૫ હજાર શ્રદ્ધાળુ ખાટૂ શ્યામજી મંદિર પહોંચે છે જયારે રજાઓ અને એકાદશી જેવા પ્રસંગો પર અહીં સંખ્યા એક લાખ સુધી પહોંચી જાય છે.ફાગણમાં ખાટૂ શ્યામજી મંદિરમાં વાષક મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો ભકતો પહોંચે છે.