કાલોલ તાલુકાના મધવાસ નજીક આવેલ રાજપુતાના સ્ટીલ કંપનીમાં આશરે ૨૦૦-૨૫૦ કામદારો કંપની કામદાર તરીકે કામ કરે છે. કંપનીમાં છેલ્લા ૨૦ વષૅની કંપની સાથે જોડાય કંપનીમાંથી રોજગારી મેળવતાં હોયછે પરંતુ કામદારોને કંપનીમાં તેમને મળવા જોઈતાં લાભોથી વંચિત રાખવામાં આવતાં કામદારો સાથે શોષણ થતાં કામદારોએ પોતાની કરેલ માંગણીઓનો માટે મજદુર સંઘ ના યુનિન સાથે રાખી કાલોલ મામલતદાર, કંપની કમિશનર,તેમજ જિલ્લા તંત્ર ને સાચો ન્યાય મળે અને નિકાલ માટે રજુઆત કરવામાં આવી હતી.
પરંતુ તંત્રને જાણ કરતાં કોઈ યોગ્ય નિકાલ કરવામાં ન આવતાં કંપનીમાં કામ કરતા ૨૦૦-૨૫૦ જેટલાં કામદારો આજ રોજ કંપનીના સામેના ભાગેની જંગ્યામાં બહાર ધરણાં ઉપર બેઢેલ હતા. પરંતુ રજુઆતો અને હડતાળ પર ઉતરી પડેલા કામદારોથી કંપની મેનેજમેન્ટ અને કંપની કમિશનર હરકતમાં આવી ગયાં હતાં. જિલ્લા લેબર કમિશનર પણ તરત જ રાજપુતાના સ્ટીલ કંપની ઉપર દોડી આવી કંપની મેનજમેન્ટ સાથે ચર્ચા કરી હતી. કામદારો સાથે મુદ્દતી એક મીટીંગનું આયોજન કરવાનું જણાવી ધરણાં ઉપર બેઢેલ કામદારો સાથે વાતચીત કરી હતી. જેથી કામદારોએ હડતાળને મુલતવી રાખી ગુરૂવારે યોજાનાર મિટિંગ બાદ જો કામદારોની માંગણી પૂર્ણ નહીં કરવામાં આવેતો કામદારો ગાંધી ચિધ્યા માર્ગે ધરણાં કરી તેમની માંગોનો નિકાલ માટે મળતાં આગળ ધપાવશે.
રિપોર્ટર : જયવીર સોલંકી