સાઉથથી લઈને હિન્દી સિનેમામાં મેગાસ્ટાર રજનીકાંત (Rajinikanth)ની ફિલ્મ ‘જેલર‘ 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ સાથે જ સુપરસ્ટારના ચાહકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાકે થિયેટરની સામે જોરદાર ડાન્સ કર્યો, જ્યારે કેટલાક જાપાનથી ફિલ્મ જોવા આવ્યા. રજનીકાંતનો જાદુ લોકો પર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મના પહેલા દિવસના આંકડા સામે આવ્યા છે.
‘જેલર’ના પ્રથમ દિવસના કલેક્શનની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. રજનીકાંતના ચાહકો માટે સારા સમાચાર છે. ‘જેલર’ આ વર્ષની ત્રીજી સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. જો કે, અત્યાર સુધી પ્રથમ નંબર પર પઠાણ અને બીજા નંબર પર આદિપુરુષનો કબજો છે. તમિલનાડુમાં ‘જેલર’ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અહીં ઓપનિંગની વાત કરીએ તો ‘જેલર’ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. એડવાન્સ બુકિંગના આંકડા જોયા પછી આવું લગભગ નિશ્ચિત હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જેલરે પહેલા દિવસે ભારતમાં તમામ ભાષાઓમાં 44.50 કરોડનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ જો ભારતના ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મનું કુલ કલેક્શન 52 કરોડ હોવાનું માનવામાં આવે છે. આ કલેક્શન પોતાનામાં એક મોટો આંકડો છે. જેલરે પણ પઠાણને સખત લડત આપી છે. પરંતુ જો પઠાણના ઓપનિંગ કલેક્શનની વાત કરીએ તો ભારતમાં શાહરૂખ ખાનની ફિલ્મનું ગ્રોસ કલેક્શન 57 કરોડ હતું. આવી સ્થિતિમાં જેલર 5 કરોડ પાછળ રહી ગઈ.
જો કે હવે ફિલ્મની કમાણી પર ખાસ અસર જોવા મળી શકે છે. કારણ કે આજે સિનેમાઘરોમાં બે દમદાર ફિલ્મો રિલીઝ થઈ છે. એક તરફ સની દેઓલની ગદર 2 અને બીજી તરફ અક્ષય કુમારની OMG 2, આ બંને ફિલ્મો રજનીકાંતની ફિલ્મની કમાણી કરતા આગળ આવી શકે છે. બંને ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને દરેકની રાહ પૂરી થઈ ગઈ છે. બંને ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.