ભારતના સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ એમકે૧એને ટૂંક સમયમાં તેનું એન્જિન મળવાની અપેક્ષા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ટૂંક સમયમાં અમેરિકાના પ્રવાસે જવાના છે. સૂત્રોનું કહેવું છે કે તેમની પાંચ દિવસની મુલાકાત દરમિયાન સંરક્ષણ પ્રધાન અમેરિકન ફર્મ જનરલ ઈલેક્ટ્રીક તરફથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને જીઇ એફ૪૦૪ ટર્બોફેન એન્જિનની સપ્લાયમાં વિલંબનો મુદ્દો અમેરિકન અધિકારીઓ સાથે ઉઠાવશે. એન્જિનના સપ્લાયમાં વિલંબને કારણે ભારતીય વાયુસેનાને તેજસ એમકે૧એની ડિલિવરી બાકી છે. પ્રથમ તેજસ સ૧છ ભારતીય વાયુસેનાને ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં પહોંચાડવાનું હતું, પરંતુ તેમાં લગભગ ૧૦ મહિનાનો વિલંબ થઈ રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ ૨૧ ઓગસ્ટથી અમેરિકાના પાંચ દિવસના પ્રવાસે જશે. રક્ષા મંત્રી ૨૩ ઓગસ્ટે પેન્ટાગોનમાં તેમના અમેરિકી સમકક્ષ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન સાથે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરશે. રાજનાથ સિંહ ૨૧ થી ૨૫ ઓગસ્ટ સુધી અમેરિકામાં રહેશે. રક્ષા મંત્રીની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમેરિકા જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન ફ્યુચર સમિટમાં ભાગ લેવા માટે ૨૨ સપ્ટેમ્બરે ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડ પર ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધિત કરશે. આ પછી તેઓ ૨૬ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરશે. આ વર્ષે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ૫ નવેમ્બરે યોજાનારી યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીના થોડા સમય પહેલા થઈ રહી છે.
સંરક્ષણ પ્રધાનની આ મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ સંરક્ષણ સોદામાં વિલંબ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ પૈકી,એલસીએ તેજસ એમકે૧એને એન્જિન સપ્લાયમાં વિલંબનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તેજસ ફાઇટર એરક્રાટના નિર્માણ માટે અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક તરફથી જીઇએફ૪૦૪ ટર્બોફન એન્જિનના સપ્લાયમાં વિલંબનો સામનો કરી રહી છે. એચએએલ ૮૩ તેજસ માર્ક-૧એ ફાઈટર જેટના નિર્માણ માટે એફ૪૦૪ શ્રેણીના એન્જિનોની ડિલિવરીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે.
એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બરમાં જીઇ દ્વારા આ એન્જિનોની સપ્લાય કરવામાં આવશે. જોકે, એન્જિન સપ્લાયમાં વિલંબને કારણે તેજસની ડિલિવરીમાં ૧૦ મહિનાનો વિલંબ થયો છે. સંરક્ષણ મંત્રાલયે રૂ. ૪૮,૦૦૦ કરોડના કોન્ટ્રાક્ટ હેઠળ એચએલએચને ૮૩ તેજસ માર્ક-૧એની ડિલિવરી માટે ઓર્ડર આપ્યો હતો. આ સોદો ફેબ્રુઆરી ૨૦૨૧માં થયો હતો.એચએએલએ શરૂઆતમાં ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં તેજસ માર્ક-૧છ પહોંચાડવાનું હતું, ત્યારબાદ સમયમર્યાદા સતત લંબાવવામાં આવી હતી. હવે તેની નવી સમયમર્યાદા નવેમ્બર ૨૦૨૪ નક્કી કરવામાં આવી છે.
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે ભારત તેજસ માર્ક-૨ વર્ઝન પણ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમાં ય્ઈ હ્લ૪૧૪ જેટ એન્જિન પણ લગાવવામાં આવનાર છે. ભારત અને અમેરિકા સાથે મળીને આ એન્જિનને સંયુક્ત રીતે બનાવવાનો પ્રયાસ કરશે. ઉપરાંત, ય્ઈ સાથે કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા પણ, ભારતે તેજસ માર્ક-૨ પ્રોટોટાઇપના ફ્લાઈટ પરીક્ષણ માટે અગાઉથી કેટલાક ય્ઈ હ્લ-૪૧૪ એન્જિન પ્રદાન કરવાનું વચન આપ્યું છે.
એલસીએ એમકે ૨ પ્રોટોટાઇપ ૨૦૨૫ની શરૂઆતમાં આવવાનું હતું, પરંતુ તેમાં એક વર્ષનો વિલંબ થયો છે. સૂત્રોનું કહેવું છે કે રાજનાથ સિંહ આ મામલે રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન સાથે ચર્ચા કરશે, જેથી એન્જિનનો સપ્લાય ઝડપી થઈ શકે. આ સિવાય રાજનાથ સિંહ અમેરિકામાં સંરક્ષણ કંપનીઓના ગઢ ગણાતા ટેનેસીની પણ મુલાકાત લેશે. જ્યાં નોર્થ્રોપ ગ્રુમેન, એલ૩ હેરિસ, કોલિન્સ એરોસ્પેસ, બોઇંગ, રેથિયોન અને પ્રેટ એન્ડ વ્હીટની જેવી કંપનીઓની ફેક્ટરીઓ છે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેજસ એન્જિનના મુદ્દા સિવાય, આ મુલાકાત ઉચ્ચ તકનીકી ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંરક્ષણ સહયોગને વધારવા પર પણ ચર્ચા કરશે. બંને દેશો વચ્ચે જેવલિન એન્ટી-ટેક્ધ ગાઈડેડ મિસાઈલ અને સ્ટ્રાઈકર આર્મર્ડ વ્હીકલ જેવા મોટા સંરક્ષણ પ્લેટફોર્મના સહ-ઉત્પાદન અંગે પણ વાતચીત થશે. ભારત સ્ટ્રાઇકરના સહ-ઉત્પાદનમાં ઊંડો રસ ધરાવે છે, જે દેશના દળોની જમીની લડાઇ ક્ષમતાઓને નોંધપાત્ર રીતે વધારશે.
સેનાને ઈન્ડો-પેસિફિક પાર્ટનરશિપ ઓફ મેરીટાઇમ ડોમેન અવેરનેસમાં જોડાવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેની જાહેરાત મે ૨૦૨૨માં ક્વાડ દેશો દ્વારા કરવામાં આવી હતી. આ અંતર્ગત હોકી ૩૬૦ સાથે સહયોગ કરવામાં આવશે. તેનો ફાયદો એ થશે કે ભારતીય નૌકાદળ હિંદ મહાસાગર ક્ષેત્રમાં હોકી ૩૬૦ કૉમર્શિયલ ઓપરેટર સાથે સેટેલાઇટ દ્વારા ક્વાડ દેશો સાથે મળીને કામ કરશે. હોકી પાસે ૩૬ ઉપગ્રહો છે અને તે ક્વાડ દેશોને ડાર્ક શિપિંગ, આતંકવાદ, માદક દ્રવ્યોની હેરાફેરી, શસ્ત્રોની દાણચોરી અને પ્રતિસ્પર્ધીઓ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરશે.