રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓનો વિરોધ, કંપનીના માલિકના ઘર બહાર કર્મચારીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ,

રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સામે કર્મચારીઓએ વિરોધ યથાવત છે. પગાર ન મળતા કર્મચારીઓએ કલેકટર કચેરી બાદ અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકના ઘર બહાર કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન કર્યું હતું. કંપનીના માલિક સુરેશ કેશવજી સંતોકીએ છેલ્લા ૩ મહિનાથી કર્મચારીઓને પગાર આપ્યો નથી. જેથી નાન મવા ચોક સ્થિત સિલ્વર હાઇટ્સ બહાર સૂત્રોચ્ચાર કરી કર્મચારીઓએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ૧૦૮ મારફતે આપઘાતનો પ્રયાસ કરતા કર્મચારીને હોસ્પિટલ ખસેડ્યા હતા.

રાજકોટ શહેરની આજી વસાહત ખાતે આવેલી અમુલ ઇન્ડસ્ટ્રીઝ સામે કર્મચારીઓનો વિરોધ યથાવત રહ્યો છે. અને બપોરે કલેકટર કચેરીએ રજૂઆતો અને આપઘાતનો પ્રયાસ કર્યા બાદ રાત્રે અમુલ ઇન્ડસ્ટ્રીઝનાં એમડીનાં ઘર બહાર કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં કર્મચારીઓ નાનામૌવા ચોક સ્થિત સિલ્વર હાઈટ્સ એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા. અને ત્યાં ધરણા શરૂ કર્યા હતા. અહીં પણ કર્મચારીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસે ૧૦૮ બોલાવી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ત્યાર બાદ પોલીસે ધરણા પર બેઠેલા ૫૦ વધુ કર્મચારીઓની અટકાયત કરી હતી.