રાજકોટના પોલીસ બેડામાં કોરોના સંક્રમણનો ફેલાવો, 17 પોલીસ કર્મીઓ થયા પોઝિટીવ

રાજકોટમાં ફ્રન્ટલાઈનના કોરોના વોરિયર્સ એવા યુનિવર્સિટી પોલીસ મથકના 17 કર્મચારીઓ કોરોના પોઝિટીવ

  • રાજકોટમાં ફ્રન્ટ લાઈનના કર્મચારીઓ કોરોના પોઝિટીવ
  • રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન કોરોનાની ઝપેટમાં
  • ફરજ પરના 17 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત

રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન કોરોનાની ઝપેટમાં આવ્યું છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 17 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં PI અજીતસિંહ ચાવડા, 2 PSI સહિત 17 પોલીસકર્મીને કોરોના પોઝિટીવ આવ્યા છે.

શું છે રાજકોટની સ્થિતિ

રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. રાજકોટમાં હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. 60થી વધુ એમ્બ્યુલન્સો લાઈનોમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે દર્દીને દાખલ કરવા માટે રાત્રે અઢી વાગ્યાથી હોસ્પિટલ બહાર લોકો કતારો લગાવી રહ્યા છે.

તો રાજકોટના સાંસદે જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો છે. સાંસદ મોહન કુંડારિયાએ પત્ર લખ્યો હતો. રાજકોટ જિલ્લામાં 9 જેટલી 108 ફાળવવા અપીલ કરી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 3-3 108ની માગ ઉઠી છે. મોરબીમાં પણ 3 ગાડીઓ ફાળવવા માગ કરાઈ છે.