રાજકોટમાં હાર્ટ એટેકે લીધો વધુ એકનો ભોગ, ગતરાત્રિએ અચાનક બેભાન થઈ ગયો 33 વર્ષીય યુવક, હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો.

  • હાર્ટએટેકના લીધે વધુ એક મોત 
  • 33 વર્ષીય રાજકુમાર આહુજાને આવ્યો હાર્ટએટેક 
  • રાત્રિ દરમિયાન રાજકુમાર થયા હતા બેભાન 
  • હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયા 

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે, બેઠા-બેઠા, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયા બાદ પરિવારમાં શોક છવાયો છે.

રાજકોટ જિલ્લા ભાજપના નેતા બાબુ નસીતની અશ્લીલ ફેસબુક ચેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો.

33 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત 
મળતી માહિતી અનુસાર, રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રાજકુમાર આહુજા નામનો યુવક ગઈકાલે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી ઘરના સભ્યો તેને લઈને હોસ્પિટલ ખાચે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબોએ યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું છે.