રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલો, સાગઠિયાનો જેલમાંથી કબ્જો લેવાયો

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સાગઠિયાનો જેલમાંથી કબ્જો લેવાયો છે. ઉલ્લેખનીય છે કે મનસુખ સાગઠિયા ભૂતપૂર્વ ટીપીઓ છે. તેમને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. તેમની સામે નકલી મિનિટ્સ બૂક બનાવ્યાનો ગુનો નોંધાયો હતો. અગાઉના ગુનામાં ધકેલાયા બાદ સોમવારે પોલીસે જેલમાંથી સાગઠિયાનો કબ્જો મેળવ્યો હતો.

નકલી મિનિટ્સ બૂક બનાવવાના ગુનામાં રીમાન્ડ પર રહેલા એટીપીઓ રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરીની પણ પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે એસઆઇટીએ આરએમસીના બે અધિકારીની ધરપકડ કરી છે. ગેમઝોન અગ્નિકાંડના કેસમાં એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ આરએમસીની ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે આ બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજી પણ એસઆઇટી ટીમ બધા જ પુરાવા એકત્ર કરી તપાસ કરી રહી છે.

રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ ૨૫ મે ૨૦૨૪ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લે મળેલા અહેવાલ અનુસાર ૨૭ લોકો જીવતા બળીને ખાખ થઈ ગયા હતા.આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર ર્દ્ગંઝ્ર જ ન હતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ સિસ્ટમ પણ ન હતી.