
રાજકોટ,
રાજકોટના ટોચના ઉદ્યોગપતિ ચંદ્રકાંત પટેલનું અવસાન થયું છે. ચંદ્રકાંત પટેલ ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્વ.પોપટ પટેલના મોટા પુત્ર હતા. ઓઇલ એન્જિન ક્ષેત્રે ફિલ્ડ માર્શલ ગ્રુપનું મોટું નામ હતું. ચંદ્રકાંત પટેલનું નિધન થતાં રાજકોટના ઔદ્યોગિક જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ ઓઇલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્થાપક પોપટભાઈ પટેલનું અવસાન થયું હતું. ઓઇલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા અને ફિલ્ડ માર્શલ ગ્રુપના પોપટભાઈ પટેલનું ૮૬ વર્ષે અવસાન થયું હતું. જાપાનમાં એક ઉદ્યોગપતિ તરીકે જનારા તેઓ પ્રથમ ભારતીય હતા. સાથે જ વર્ષ ૧૯૬૩માં પી. એમ ડીઝલની સ્થાપના પણ તેઓએ કરી હતી. એટલું જ નહીં, પોતાના અંતિમ સમય સુધી તેઓ ટેક્સ પેયર રહ્યા છે. વર્ષ ૧૯૯૭માં તેઓએ પોતાનો વ્યક્તિગત ઇક્ધમટેક્સ ત્રણ કરોડ રૂપિયા ભર્યો હતો. આમ દેશની તિજોરીને પણ વફાદાર રહીને તેને છલકાવવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે.
પોપટભાઈ નરસિંહભાઈ પટેલ ફિલ્ડ માર્શલના સર્જક હતા. ડીઝલ એન્જિનની શરૂઆતથી લઈ ઓર્ગેનિક ફટલાઇઝર તેમજ ઘરઘંટીથી માંડીને એર કુલર સહિતની વસ્તુઓ ફિલ્ડ માર્શલ દ્વારા બનાવવામાં આવી રહી છે. ફિલ્ડ માર્શલ દ્વારા હાલ મીની ટ્રેક્ટર પણ બનાવવામાં આવે છે. મહિન્દ્રા અને મહિન્દ્રા ગ્રુપ સાથે ટાઈપ કર્યા બાદ યુવરાજ મીની ટ્રેક્ટરમાં પણ ફિલ્ડ માર્શલના જ બનાવેલા એન્જિન ફિટ કરવામાં આવે છે.
એક ઉદ્યોગપતિ હોવાની સાથોસાથ પોપટભાઈ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ મોટું નામ તેમજ યોગદાન ધરાવે છે. સીદસર ઊંઝા તેમજ ગાઠીલા ઉમિયા મંદિરના નિર્માણ કાર્યમાં તેઓનું મોટાપાયે યોગદાન રહેલું છે. ઉદ્યોગ જગતમાંથી નિવૃત્તિ લીધા બાદ બમણા ઉત્સાહ સાથે સમાજ સેવા કરતા રહ્યા છે. પોતાના જીવનકાળ દરમિયાન કરોડો રૂપિયાનું દાન પોપટભાઈ નરસિંહભાઈ પટેલે આપ્યું હતું. પરંતુ પોતે દાની હોવાનો દાવો તેમને ક્યારેય કર્યો નથી.