રાજકોટ, રાજકોટ શહેરમાં રહેતા આધેડ તેમજ અન્ય ગ્રાહકોને શરાફી મંડળીમાં રોકાણ કરી સારું એવું વ્યાજ આપવાની લાલચ આપી ૧.૫૦ કરોડની રકમ ઓળવી જઈને છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
રાજકોટના મારૂતિનગર-૩ આંબાભગત સોસાયટી મેઈન રોડ પર રહેતા પરેશભાઈ મોહનભાઈ પરસાણાએ આરોપી શૈલેષ બાબુભાઈ ઠુમ્મર રહે શ્રી રામ પાર્ક મેઈન રોડ, બ્રાહ્મણી પાર્ક શેરી નં ૧ સામે રાજકોટ અને તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ઓમ સમર્પણ શરાફી સહકારી મંડળી જે કુવાડવા રોડ ૮૦ ફૂટ રોડ પર આવેલ છે જેના સંચાલક આરોપી શૈલેષભાઈ બાબુભાઈ ઠુમ્મરે ફરિયાદી પરેશભાઈ તેમજ અન્ય ગ્રાહકોને મંડળીમાં રોકાણ કરશો તો તમને રોકેલા નાણા પર સારું એવું ૫ ટકાથી ૧૦ જેટલું વ્યાજ આપશું તેવી લાલચ આપી વિશ્વાસ માં લઈને અંદાજીત રૂપિયા ૧,૫૦,૧૨,૪૬૭ ઓળવી જઈને ફરિયાદી અને ગ્રાહકોને પૈસા ઓળવી જી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી નાણા પરત આપ્યા ના હતા
રાજકોટ સીટી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૪૦૯ અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડીપોઝીટર એક્ટ સને ૨૦૦૩ ની કલમ ૩,૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે