રાજકોટ પશ્ર્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ગુજરાતમાં ‘ધ કેરાલા સ્ટોરી’ને કરમુક્ત કરવા રજૂઆત

રાજકોટ,‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મને સમગ્ર દેશમાં સમર્થન અને વિરોધનો એક અલગ જ માહોલ ઉભો થયો છે. ભાજપ ખુલ્લીને ફિલ્મના સમર્થનમાં આવી ગયુ છે. કેટલાય શહેરમાં ભાજપના કાર્યર્ક્તાઓ અને નેતાઓ એક સાથે ફિલ્મ નિહાળી ચૂક્યા છે. તો કેટલાક રાજ્યમાં આ ફિલ્મને કર મુક્તિ આપવામાં આવી છે. ત્યારે રાજકોટ પશ્ર્ચિમના ભાજપના સ્ન્છ ડૉ.દર્શિતા શાહે મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાતમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કરમુક્ત કરવા રજૂઆત કરી છે.

રાજકોટ પશ્ર્ચિમના ભાજપના ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહે સીએમ ને પત્ર લખીને જણાવ્યુ છે કે લવ જેહાદ રોકવા આ ફિલ્મને પ્રોત્સાહન આપવું જોઈએ. ગુજરાતમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કરમુક્ત કરવી જોઇએ. મહત્વનું છે કે યુપી અને એમપીમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કરમુક્ત કરાઇ છે.