રાજકોટ,
રાજકોટ: જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત જુલાઈ મહિનામાં હનીબેન સુરેશભાઈ હિરપરા નામની યુવતી અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જે બાબતની ફરિયાદ તેના પિતાએ પોલીસ મથકમાં નોંધાવી હતી. આ દરમિયાન યુવતીની શોધખોળ માટે પોલીસ સતત કાર્યરત હતી, ત્યારે પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સવલન્સના માધ્યમથી શોધી કાઢ્યું કે, જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી હની હિરપરા ભારતમાં નહીં પરંતુ તે સિંગાપોરમાં છે.
હની હિરપરાએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના રહેવાસી નિહાર વેકરીયા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. જેના કારણે પોલીસે નિહાર અને હનીની સાથે એક વીડિયો કોલ એરેન્જ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત યુવતીએ પોતાના પિતા સાથે વાતચીત કરી હતી. તેમજ યુવતીએ પોતાના પિતાને જણાવ્યું હતું કે, અમે સિંગાપોરમાં રાજી ખુશીથી રહીએ છીએ. તેમજ પોતે લગ્ન કરી લીધા છે તે બાબતનું સટફિકેટ પણ તેમણે પોતાના પરિવારજનોને બતાવ્યું હતું.
પોલીસ સૂત્રોનું માનીએ તો, યુવક યુવતીએ બધું સુનિયોજિત તરીકે અગાઉથી જ પાસપોર્ટ તેમજ એજ્યુકેશન વિઝા લઈ રાખ્યા હતા. હનીનો પતિ નિહાર સિંગાપોરમાં કેફેમાં મેનેજમેન્ટનો કોર્સ કરવા માગતો હતો. જેના કારણે અગાઉથી જ બંને દ્વારા યથાયોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વીડીયો કોલમાં કપલે તેમના માતા-પિતાને જણાવ્યું હતું કે, આગામી બે વર્ષ સુધી તેઓ સિંગાપોરમાં જ રહેવાના છે.
આમ, દિકરી કે જે ગત જુલાઈ માસથી ગુમસુધા હતી તેનો સંપર્ક રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા તેના માતા-પિતા સાથે કરાવવામાં આવ્યો છે. પોતાને પુત્રીની ગુમ અંગેની વિગતો જાણવા મળતા ગુમસુધા પરત કરેલ છે. પોલીસ સૂત્રોનું માનીએ તો, પોલીસને શંકા છે કે હની અને નિહારના માતા-પિતા અગાઉથી જ જાણતા હતા કે બંનેના સંતાનો સિંગાપોર ખાતે વસવાટ કરી રહ્યા છે.
જોકે, આ બાબતે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં નહોતી આવી. આ તમામની વચ્ચે પોલીસે પોતાની ફરજ નિભાવતા તેમજ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ફરિયાદ નોંધાઈ હતી તે ફરિયાદની અન્વયે પોલીસે પોતાની કામગીરી કરતા હની અને નિહારની વાતચીત તેમના વડીલો સાથે કરાવી છે.