રાજકોટની ૪ લાઈબ્રેરીમાં માત્ર માસિક ૨૦ રૂપિયાના ભાડામાં રમકડા મળશે

રાજકોટ, રાજકોટમાં એક નહીં પણ ચાર – ચાર રમકડાની લાઈબ્રેરી કાર્યરત છે.આ લાઈબ્રેરી રાજકોટના સાધુવાસવાણી રોડ,કેનાલરોડ અને શ્રોફરોડ પર આવેલી છે.જ્યાં બાળકોને મનગમતા રમકડા ભાડા પર આપવામાં આવે છે.બાળકોને મનોરંજન પણ પૂરું પાડી શકાય છે.

લાઈબ્રેરીની ખાસ વાત એ છે કે અહિંયા તમને અનેક પ્રકારના રમકડા મળી જશે.જે બાળકોને ગમતા હોય.આ રમકડા માટે એક મહિનાની મેમ્બરશીપના ૨૦ રૂપિયા રાખવામાં આવ્યા છે.જેથી દરેક માતા-પિતાને આ રકમ પોસાય.પણ જો રમકડા તમે લઈ ગયા હોય અને નુક્સાન થાય તો તમારે તેની કિંમત ચુકવવી પડે છે.

ટોયઝ લાઈબ્રેરીના ડેપ્યુટી ચીફ સુનિલભાઈ દેત્રોજાએ કહ્યું કે રાજકોટમાં મનપા સંચાલિત રમકડાની ૪ લાઈબ્રેરી કાર્યરત છે.રાજકોટમાં સૌથી પહેલી રમકડાની લાઈબ્રેરી ૧૯૮૮માં શરૂ કરવામાં આવી હતી.આજે રાજકોટમાં રમકડાની ૪ લાઈબ્રેરી કાર્યરત છે.

ટોયઝ લાઈબ્રેરી માટે ૨થી૧૩ વર્ષના બાળકો માટે મેમ્બરશીપ આપવામાં આવે છે.જેમાં દર મહિને ૨૦ રૂપિયાનું લવાજમ હોય છે.જ્યારે તમે પહેલી વખત મેમ્બરશીપ લો છો. ત્યારે તમારે ૨૮૦ રૂપિયા ચુકવવા પડે છે.જેમાં ૬૦ રૂપિયા લવાજમના, ૧૫ રૂપિયા દાખલ ફી, ૫ રૂપિયા ફોર્મ ફી અને ૨૦૦ રૂપિયા ડિપોઝિટના છે.જો કે ખાતુબંધ કરવામાં આવે છે ત્યારે તેમને રુપિયા પાછા આપવામાં આવે છે.

રાજકોટમાં આવેલી ચારેય લાઈબ્રેરીમાં કુલ ૯થી૧૦ હજાર જેટલા રમકડા છે.મેમ્બરશીપ લીધી હોય તેમાંથી ૧૨૦૦થી૧૩૦૦ મેમ્બર રેગ્યુલ છે.આ રમકડાનો લાભ દરરોજ ૪૦થી૫૦ લોકો લે છે.એમાં પણ વેકેશન શરૂ થાય એટલે આ સંખ્યા વધી જાય છે.