
- રાજકોટના ઉપલેટામાં યુવકની હત્યા
- શહીદ અર્જુન રોડ પર આવેલ બોડી ફિટનેસજીમ પાસેની ઘટના
- અજાણ્યા શખ્સે આશિષ ભાદરકા પર ઝીંક્યા છરીના ઘા
રાજકોટના ઉપલેટામાં યુવકની કમકમાટી ભરી હત્યા થઈ છે. શહેરના શહીદ અર્જુન રોડ પર આવેલા બોડી ફિટનેસજીમ પાસે અજાણ્યા શખ્સે આશિષ ભાદરકા પર છરી વડે હુમલો કર્યો હતો અને છરીના ઘા ઝીંકી હત્યા કરી છે.
શહીદ અર્જુન રોડ પર ફિટનેસજીમ પાસે આશિષ ભાદરકા નામના યુવક પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં આશિષ ભાદરકા પર હુમલાખોરે ઉપરા છાપરી છરીના ઘા ઝીંકતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. જે સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
જે સમગ્ર બનાવના પગલે યુવકના મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે તેમજ પોલીસે હોસ્પિટલ ખાતે જઈ અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તેમજ હુમલાખોરને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. ખુલ્લેઆમ હત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે તેમજ પરિવારમાં શોક છવાયો છે.