રાજકોટ, રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. રાહુલ રાઠોડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં વહેલી સવારે હાજર થઈ ગયો હતો. રાજકોટ અગ્નિકાંડમાં રાહુલ રાઠોડ નામના ભાગીદારની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઈ રહી હતી.
રાજકોટ અગ્નિકાંડ સર્જાવવાનું કારણ જ વેલ્ડિંગની કામગીરીમાં બેદરકારી હતી. વેલ્ડિંગની કામગીરીમાં તણખો જ્વલનશીન પદાર્થ પર પડ્યો. તેના પગલે આ જ્વલનશીલ પદાર્થે આગ પકડી લીધી હતી. આ આગ પેટ્રોલ અને ડીઝલના જંગી જથ્થા સુધી પહોંચી અને પળવારમાં ગેમિંગ ઝોન ખાખ થઈ ગયો હતો.
રાહુલ રાઠોડની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઇ રહી હતી. રાહુલ રાઠોડ મૂળ ગોંડલનો રહેવાસી છે અને આઇસી એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. ૨૦૧૭માં જીટીયુમાંથી આઇસી એન્જિનિયર બન્યો. અહીં નોંધનીય છે કે, કુલ સાત લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી ત્રણ લોકો ઝડપાયા છે.
ટીઆરપી ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે. યુવરાજસિંહ ્ઇઁ ગેમ ઝોનનો માલિક છે. તે એ એક લાખ રૂપિયા પગાર લે છે અને ધંધામાં ૧૫ ટકા ભાગીદારી પણ ધરાવે છે. યુવરાજસિંહના પિતા હરીશસિંહ જૂનાં વાહનનોની લે-વેચનો ધંધો કરે છે.ગેમ ઝોનના માલિક કહો કે સંચાલક માત્ર યુવરાજસિંહ સોલંકી જ નથી. જાણકારોના મતે ૧૦, ૨૦, ૩૦ પૈસાની ભાગીદારીમાં અન્ય કેટલાક લોકો પણ સામેલ છે. આ તમામ લોકોએ ભેગાં મળીને ખુલ્લા પ્લોટમાં કાચું સ્ટ્રક્ચર બનાવ્યું હતું, જેથી સરકારી મંજૂરીનો છેદ જ ઊડી ગયો. સમયાંતરે પાકું બાંધકામ કર્યું અને ભલભલાને આંજી નાખે એવો ગેમ ઝોન તૈયાર થઈ ગયો.