રાજકોટ,
રાજકોટ શહેરના તમામ ઓવર બ્રિજ અને અંડર બ્રિજ તેમજ હાલમાં કામગીરી ચાલુ હોય તેવા બ્રિજ પ્રોજેકટનું સરપ્રાઇઝ ચેકિંગ કરવા મેયરસ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યેા હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રૈયા જંકશન પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજમાં ગાબડું પડવાની જાણ થતાં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા હકીક્તલક્ષી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે, તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું. વધુમાં મેયરએ સબંધક અધિકારીને તપાસ કરવા તેમજ અન્ય ઓવરબ્રિજોની ચકાસણી કરવા જણાવતા વેસ્ટ ઝોન કચેરીના એન્જીનિયર્સ દ્રારા રૈયા જંકશન બ્રિજની તપાસ કરતા જોઇન્ટની જગ્યામાં પોપડુ પડેલ અને આ પોપડુ પડવાથી કોઈ ગંભીર સમસ્યા નથી. બ્રિજ બધં રાખવો પડે તેવો કોઈ પ્રશ્ર્ન નથી. પડેલ ગાબડું આજરોજ રીપેર કરી આપવામાં આવશે.
વિશેષમાં મેયરની સુચના અનુસાર અન્ય બ્રિજના જોઇન્ટ ચકાસવાના અનુસંધાને ગઈકાલ રાતના ફાયરબ્રિગેડની મદદથી અન્ય બ્રિજની ચકાસણી કરવામાં આવેલ અને આજરોજ પણ બાકી બ્રિજની ચકાસણી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના કોઇપણ પ્રોજેકટ ટેન્ડરની શરતો અને કવોલિટી મુજબ પ્રોજેકટ બને તે માટે અધિકારીઓને તાકીદ કરેલ હતી.