રાજકોટના પીએસઆઇ હરદેવસિંહ રાયજાદાએ આંગડિયા અને બાતમીદારના નામે જ્વેલર્સ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

રાજકોટ, રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ હરદેવસિંહ રાયજાદા સામે ગંભીર આરોપો થયા છે. આરોપો મુજબ આંગડિયા અને બાતમીદારના નામે જ્વેલર્સ પાસેથી પીએસઆઇએ રૂપિયા ૨ લાખ ૨૫ હજાર પડાવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે.

આરોપો મુજબ રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ હરદેવસિંહ રાયજાદા અને સુરતના એક જવેલર્સ સાથે મિત્રતા થઈ હતી. જોકે હવે જ્વેલર્સને ઇન્સ્ટાગ્રામ પર પીએસઆઇ સાથેની મિત્રતા ભારે પડી છે. આરોપો મુજબ ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ રાજકોટના પીએસઆઇએ આંગડિયા અને બાતમીદારના નામે જવેલર્સ પાસેથી રૂપિયા પડાવ્યા હતા.

આ તરફ ગંભીર આરોપો મુજબ પીએસઆઇએ જવેલર્સ પાસેથી આંગડિયા અને બાતમીદારના નામે જવેલર્સ પાસેથી રૂ.૨.૨૫ લાખ પડાવ્યા હતા. આ તરફ પીએસઆઇએ વેપારીને અડાજણની હોટલમાં મળવા બોલાવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. આ સાથે ૧ કલાકની મુલાકાતમાં પોતે પ્રતિષ્ઠીત અને વગદાર હોવાનું કહી હાક જમાવી હતી. આ તરફ સમગ્ર મામલે જવેલર્સ દ્વારા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.