રાજકોટના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ છે. આ શાળા કોઈપણ પ્રકારની મંજૂરી વગર ધમધમતી હતી. ગૌરી પ્રી-પ્રાઇમરી સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે. સમગ્ર મામલામાં પોલીસને જાણ કરવામાં આવી છે.
રાજકોટના માલિયાસણ નજીક પીપળીયા ગામની અંદર નકલી સ્કૂલ ઝડપાઈ છે. ગૌરી પ્રાથમિક શાળા નામથી અહીં બનાવટી સ્કૂલ ધમધમતી હતી. આ સ્કૂલમાં પહેલાથી દસમા ધોરણના વર્ગો અને ખાનગી ક્લાસિસ પણ ચાલતા હોવાનો પર્દાફાશ થયો છે. કુવાડવા પોલીસને સાથે રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે ફરિયાદના આધારે દરોડો પાડ્યો છે. તેમા નકલી સ્કૂલને સીલ મારી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડા શિક્ષણ વિભાગની ફરિયાદના આધારે પાડવામાં આવ્યા હતા.
આશ્ર્ચર્યની વાત તો એ છે કે કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ પ્રકારની પ્રી-પ્રાઇમરી સ્કૂલો ખૂલી કઈ રીતે શકે. સરકારના શિક્ષણ વિભાગના અને મ્યુનિસિપાલિટીના કર્મચારીએ અંદરથી જ કારીગરી કરી હોય ત્યારે જ આ પ્રકારની સ્કૂલોને ચાલવા માટે મંજૂરી મળે છે. આ ઉપરાંત રાજકીય પીઠબળની પણ સંભાવના છે.