રાજકોટના લાંચ કેસમાં અનિલ મારૂને ફરજ મોકૂફ કરાશે

રાજકોટ લાંચ કેસમાં અનિલ મારૂને ફરજ મોકૂફ કરવામાં આવશે. ઇન્ચાર્જ ફાયર ઓફિસરને ફરજ મોકૂફ કરવામાં આવશે. હાલમાં અનિલ મારુ જેલમાં છે. રાજકોટમાં નિમણૂકમાં ૪૩ દિવસોમાં લાંચ લેતા ઝડપાયો હતો. અનિલ મારૂ રૂ.૧.૮૦ લાખની લાંચ લેતા ઝડપાયો હતો. હવે સમગ્ર મામલે નગરપાલિકા કામગીરી કરશે. ભુજમાં ૧૦ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતો હતો છઝ્રમ્એ લાંચ લેતા ઝડપ્યા બાદ ફરજ મોકૂફીની કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટ મહાનગર પાલિકાના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને એન્ટી કરપ્શન બ્યૂરો ૧૨મી ઓગસ્ટે લાંચની રકમ પૈકી ૧ લાખ ૮૦ હજાર રૂપિયા લેતા પકડ્યા છે. તેમના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થઈ ગયા છે, જેથી હવે એસીબી રાજકોટ મહેકમ અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આરોપીને ફરજ મોકૂફીનો હુકમ કરવા ભુજ નગરપાલિકાને સૂચના આપવામાં આવશે, જેની ભુજ નગરપાલિકામાં રાહ જોવાઈ રહી છે.

રાજકોટ મહાનગર પાલિકાના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસર મૂળ કચ્છમાં ભુજ નગરપાલિકા હસ્તક અગ્નિશમન સેવા કેન્દ્રમાં જિલ્લા ફાયર ઓફિસર તરીકે નોકરી કરે છે. જેને ગાંધીનગરથી કમિશનર મ્યુનિસિપાલિટીની કચેરીએ ૨૦૨૨ની ૨જી નવેમ્બરે વિભાગીય ફાયર ઓફિસરનો ચાર્જ સોંપ્યો હતો અને તેમને ૨૦૨૪ની ૨૯મી જૂને રાજકોટ મહાનગર પાલિકામાં ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો હતો.

જોકે, તે ફાયર સેફ્ટી ની એનઓસી આપવા માંગેલી ત્રણ લાખ રૂપિયાની લાંચ પૈકી બાકી રહેતી એક લાખ ૮૦ હજાર રૂપિયાની લાંચ લેવાના છટકામાં પકડાઈ ગયો હતો અને ૩ દિવસના રિમાન્ડ પણ પૂરા થઈ ગયા છે, જેથી હવે ભુજ નગરપાલિકાને રાજકોટ મહાનગરપાલિકા અને એસીબી રાજકોટ મહેકમ દ્વારા તેને ફરજ મોકૂફ કરવાની સૂચના આપવામાં આવશે, જે સૂચનાની નગરપાલિકામાં રાહ જોવાઈ રહી છે.