રાજકોટના કોહિનૂર એપાર્ટમેન્ટમેન્ટનો બનાવ :કામવાળીએ સાગરીત સાથે રૂ.૧૫.૨૫ લાખની લૂંટ કરી:પોલીસે સીસીટીવી ફુટેઝ તપાસ્યા

રાજકોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના કોહીનુર એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા લોહાણા પરિવારને ત્યાં ઘરકામ કરતી યુવતી તેના સાગરીત સાથે મળી પરિવારના યુવાનને બેભાન બનાવી અને વૃદ્ધાને બંધક બનાવી રૂા.૧૫.૨૫ લાખની મત્તા લુંટી ભાગી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસની અલગ અલગ ટીમોએ મુખ્ય માર્ગોના લગભગ ૫૦થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ આઝાદ હિન્દુ ગોલાની બાજુમાં કોહીનુર એપાર્ટમેન્ટ ત્રીજો માળ, ફ્લેટ નં.૩૦૧માં રહેતા ઉર્વશીબેન રાજેન્દ્રભાઇ અનડકટ(લોહાણા)(ઉ.વ.૬૩)એ પોતાની ફરિયાદ આપતા સુશીલા નેપાળી તેમજ અજાણ્યા શખ્સ વિરુદ્ધ કલમ ૩૯૪,૪૫૫,૧૨૦(બી) અને ૩૨૩ હેઠળ કાર્યવાહી કરી હતી. ઉર્વશીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા પતિ કંટ્રકશન કામ કરે છે.મારો દિકરો અસીમ તથા તેની પત્નિ ધારા જેના બે બાળકો અમારી સાથે રહે છે.

આજથી ચાર મહીના પહેલા હું અમારા એપાર્ટમેન્ટ ના ગ્રાઉન્ડ ફોલર માં ઉભી હતી ત્યારે સુશીલાબેન નેપાળીએ મને જણાવેલ કે મારે ઘરકામ ની જરૂર છે.તેમ વાત કરતા મે મારે ત્યા કામ કરવા જણાવેલ અને આ સુશીલા નેપાળી છેલ્લા આશરે ચાર મહીનાથી ઘરકામ કરવા માટે આવતી હતી.જેમા છેલ્લા પંદરેક દિવસથી આ સુશીલા અમારે ત્યાં ફ્લેટમાં અમારી સાથે રહેતી હતી અને આ સુશીલા ને મહીને રૂ.૬,૦૦૦ પગાર ચુકવતા હતા.તેમજ મારા પતિ છેલ્લા પંદરેક દિવસથી કામ થી મુંબઇ ગયેલ છે.અને મારા દિકરા અસીમની પત્નિ ધારા પોતાના બંન્ને બાળકો સાથે છેલ્લા વીસ દિવસ થી રાજકોટ ખાતે રહેતા તેના પીયરમાં ગઈ છે. તા.૦૫/૦૬ ના બપોરના હું તથા મારો દિકરો અસીમ જમીને અલગ થયેલા જેમા મારો દિકરો અસીમ સીટીંગ રૂમમાં આરામ કરવા ગયો અને સુશીલા નેપાળી રસોડામાં ઘરકામ કરતી હતી. હું મારા બેડરૂમમા આરામ કરવા ગયેલ ત્યાર બાદ બપોરના બે એક વાગ્યાના અરસામાં મારા બેડરૂમમા આવેલ ડ્રેસિંગ રૂમમા અચાનક લાઈટ ચાલુ થતા હું જાગી ગઈ અને ઉઠીને ડ્રેસીંગ રૂમ તરફ જોયુ તો એક અજાણ્યો શખ્સ જેની ઉમર આશરે ૨૫ થી ૩૦ વર્ષ હશે જેણે શરીરે બ્લુ રંગનુ ટી-શર્ટ તથા સાથે બ્લુ રંગની ટોપી પહેરેલ હતી.જે માણસના હાથમાં સ્કુ ડ્રાઇવર હોય જેની બાજુમાં સુશીલા નેપાળી હાજર હોય જે બંન્ને મળી ડ્રેસીંગ રૂમમા આવેલ કબાટ ખોલતા હોય તેવામા આ બંન્નેને જોઇ જતા ઉભા થઇ મને બેડ રૂમમા બેડ પર પડેલ ચાદરથી બાંધી અજાણ્યા માણસે સ્કુ ડ્રાઇવર મુકી મને મોઢે ડુચો દઇ બેડરૂમમા રહેલ બાથરૂમનો દરવાજો ખોલી અંદર પુરી દીધા હતા. જેથી મે બાથરૂમની બારીએ જઇ રાડારાડી કરતા આ લોકો એ ફરીથી બાથરૂમનો દરવાજો ખોલી મને વાળ પકડી બાથરૂમમાંથી બહાર કાઢી બેડરૂમમા લાવી મને માર મારી અવાજ નહી કરવાનુ જણાવી મને બેડરૂમમા આવેલ બેડ પર રહેલી બીજી ચાદર તથા મારૂં ગાઉન લઇ મને વધુ બાંધી દઇ બેડ ઉપર પછાડી દિધેલ ત્યાર બાદ આ બંન્ને મારા ડ્રેસીંગ રૂમમાં કબાટ ના ડ્રોવર ખોલી તેમા રહેલ દાગીના-રોકડ ભેગી કરી થેલામાં મુકી લુંટ કરી બહાર નિકળી ગયા હતા.

વૃદ્ધા અવાજ કરે તે પહેલાં જે તેમને મોઢે ડૂમો દઈ બાથરૂમમાં પુરી દીધા:ત્યાં અંદર અવાજ કરતા ફરી બહાર કાઢી અજાણ્યા સાગરીતે વૃદ્ધાને ચાદરથી બાંધી અવાજ અવાજ કરવાની ના પાડી સુશીલા નેપાળી અને તેમનો સાગરીત આરામથી લૂંટ કરી નાસી ગયા ત્યાર બાદ થોડીવારમાં મે મારી જાતે થી મહેનત કરી મને બાંધેલ ચાદરો દુર કરી ફટાફટ હું બેડરૂમની બહાર નીકળી સીંટીગ રૂમમા સુઇ રહેલ મારા દિકારા અસીમ પાસે પહોચી જગાવતા મારો દિકરો ઉંઘમાથી ઉઠેલ જેને આ વાત કરી મારા દિકરા અસીમના મોબાઇલમાથી મેં મારા ભત્રીજા રૂષીરાજ જેન્તીભાઈ અનડકટ તથા મારા પતિને જાણ કરી હતી.થોડીવા૨માં મારો ભત્રીજો તથા તેની સાથે બંકીમભાઇ આવી જતા અમે બધાએ મારા બેડરૂમમા જઇ ડ્રેસીંગ રૂમમા આવેલ કબાટના ડ્રોવરો જે ખુલ્લા હોય જેમાં તપાસ કરતા અલગ અલગ સોનાના દાગીના અને રોકડ રૂ.૩,૦૦,૦૦૦ જોવામાં આવ્યા નહિ.ત્યારબાદ મારા બેડ ઉપર પડેલ મારો મોબાઇલ જે સેમસંગ કંપ નીનો એસ-૨૨ મોડેલનો એન્ડ્રોઇડ ફોન કિ.રૂ.૨૫,૦૦૦નો લઈ ગયા હતા.આ સુશીલાએ તેમના સાગરીત સાથે મળી સોનાના દાગીના ૩૦ તોલા જેની કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નં.૧ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૫,૨૫,૦૦૦/- ની લુંટ કરી બંન્ને નાશી ગયાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસની અલગ અલગ ટીમોએ ૫૦ જેટલા સીસીટીવી ફુટેઝ તપસ્યા હતા.