Rajkot : રાજકોટના હીરાસર એરપોર્ટ આજથી કાર્યરત થયુ છે. નવા એરપોર્ટ પર આજે પ્રથમ ફ્લાઈટ ઈન્દોરથી આવી હતી. વોટર કેનનથી પ્રથમ ફ્લાઈટનું સ્વાગત કરવામાં આવ્યુ છે. હાલ ડોમેસ્ટિક ફ્લાઈટસ જ નવા એરપોર્ટ પરથી ચાલુ રહેશે. જો કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ થતા હજુ સમય લાગે તેવી શક્યતા છે. હવેથી એરપોર્ટ પર રોજની 11 ફ્લાઈટની અવર-જવર રહેશે.
હીરાસર એરપોર્ટ રાજકોટથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. હીરાસર એરપોર્ટથી સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કેમ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.