રાજકોટના ધોરાજીમાં જળબંબાકાર, ૧ કલાકમાં ૨ ઈંચ વરસાદ ખાબક્તા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રાજકોટ, બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના અનેક જીલ્લાઓમાં શરુ થઈ ચુકી છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસવા લાગ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. રાજકોટ ના ધોરાજીમાં પણ ધોધમાલ વરસાદ વરસ્યો છે. બિપરજોય વાવાઝોડુ દરિયાકાંઠે પહોંચે એ પહેલા જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગુજરાતના અનેક દરિયાકાંઠા જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.

રાજકોટના ધોરાજીમાં જળબંબાકાર વરસાદ વરસાદ વરસ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. એક કલાકમાં જ ૨ ઈંચ જેટલો વરસાદ ધોરાજીમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન વરસાદ સાથે ફૂંકાવાને લઈ અનેક કાચા મકાનોની છત પવનમાં ઉડી જવાના દ્રશ્યો જોવા મળ્યા છે. હજુ વાવાઝોડુ આવે એ પહેલા જ મુશ્કેલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડમાં છે અને તમામ પૂર્વ તૈયારીઓ સજ્જ કરી લેવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લા અને તાલુકાઓ પર સતત નજર દાખવવામાં આવી રહી છે.