રાજકોટ, રાજકોટ નજીકના નાકરાવાડી ગામમાં ઘન કચરાના ઢગલાથી ગંભીર રીતે અસરગ્રસ્ત સેંકડો ગ્રામજનોને આખરે કુલ રૂ. ૨૫ લાખનું વળતર મળશે જેનો ૨૦૧૩માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં નાદાર બનેલી હંજર બાયોટેક એનર્જી જેને લેન્ડફિલ સાઇટ બનાવીને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને ટ્રીટ કરવા અને તેનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તે સમયમર્યાદામાં કાર્ય હાથ ધરવામાં નિષ્ફળ રહી હતી.
કચરાના ઢગલાથી થતા પ્રદૂષણના પરિણામે લગભગ છ ગામોમાં ખેતીવાડીના ખેતરો અને ઘરો દૂષિત થઈ ગયા હતા અને લોકોના આરોગ્ય પર વિપરીત અસર થઈ હતી. કંપનીને એપ્રિલ ૨૦૧૪માં સર્વોચ્ચ અદાલતમાંથી વળતરની ચૂકવણી પર સ્ટે મળ્યો હતો. જો કે, ૭ મેના રોજ, સર્વોચ્ચ અદાલતે સ્ટે ખાલી કરી દીધો હતો અને રાજકોટ કલેક્ટરને તેની પાસે જમા થયેલી રકમની વહેંચણી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
અરજદારો, જેમાં ગ્રામજનોનો સમાવેશ થાય છે, તેમણે જીઝ્રને વિતરણની પરવાનગી આપવા વિનંતી કરતી અપીલ દાખલ કરી અને કોર્ટે ૭ મેના રોજ કલેક્ટરને નિર્દેશો સાથે અરજીનો નિકાલ કર્યો.
અરર્જીક્તાઓમાંના એકે જણાવ્યું હતું કે, “એનજીટીના નિર્દેશ મુજબ એચબી દ્વારા કલેક્ટરને ૨૫ લાખ રૂપિયા જમા કરાવવાના હતા. તેના બદલે, આ રકમ ઇસ્ઝ્ર દ્વારા જમા કરવામાં આવી હતી કે તેઓ પછીથી એચબીઇ પાસેથી વસૂલ કરશે. પરંતુ મારી જાણકારી મુજબ હજુ સુધી રકમ વસૂલવામાં આવી નથી. એનજીટીએ સ્થળની ૫૦૦ મીટરની પરિઘમાં આવેલા ગામડાઓના રહેવાસીઓને વળતર આપવાનો નિર્દેશ આપ્યો હતો. જેમાં નાકરાવાડી, પીપળીયા, નાગલપર, ખીજડીયા, રાજગઢ, સોખડા અને હડમતીયાનો સમાવેશ થાય છે.
કરાર મુજબ,એચબીઇપીએલને આઠ મહિનામાં પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવાનું ફરજિયાત હતું પરંતુ કંપનીએ પ્રોજેક્ટ પૂરો કરવામાં પાંચ વર્ષનો સમય લીધો હતો.એનજીટીએ નોંયું હતું કે, ખાસ કરીને ચોમાસા દરમિયાન લેન્ડફિલ સાઈટ પરથી ગામડાઓ તરફના ટ્રીટમેન્ટ ન કરાયેલ કચરાને કારણે પાણી લપસવાને કારણે કેટલું ગંભીર વાયુ અને જળ પ્રદૂષણ થાય છે.