
રાજકોટ, રાજ્યમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે ૨ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.અત્રે જણાવીએ કે, રાજકોટમાં ઝડપાયેલા બંન્ને આરોપીઓ પાસેથી ૭.૫૦ ગ્રામ એમડી ડ્રગ્સ પણ ઝડપાયો છે. જે બંન્ને આરોપીઓના નામ શાહરૂખ જામ અને રાહુલ ગોસાઈ છે.
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ ગાંધીનગર ખાતેથી એમડી ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા હતા. ગાંધીનગર એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીને દબોચ્યા હતા. જેમની પાસેથી ૩૩ હજારથી વધુ કિંમતનું ૩.૩૨૦ ગ્રામ એમડી ડ્રગ્સ એસઓજી પોલીસે કબજે કર્યું હતું. પોલીસે મોબાઈલ અને બાઇક પણ આરોપીઓ પાસેથી કબજે કર્યા હતાં.
રાજ્યમાં ડ્રગ્સ મેળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અત્રે જણાવીએ કે, વિધાનસભા સત્રમાં ડ્રગ્સ પકડવાના કેસનો આંકડો ગૃહ મંત્રીએ રજૂ કર્યો હતો. જે મુજબ ગુજરાતમાં વર્ષ ૨૦૨૨-૨૩માં એનડીપીએસના ૫૧૨ કેસ નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ ૫૩૩૮ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા ૧ લાખ ૭૬ હજારનું એમડી ડ્રગ્સ ઝડપાયું
દ્વારકામાંથી કુલ રૂપિયા ૨ લાખ ૪૦ હજારથી વધુ કિમંતના કફ સીરપના ૧૬૨૨ નંગ જપ્ત કરાયા તો સાથો સાથ દ્વારકામાં ૧૫,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી ૮૭ લોકોની ધરપકડ કરાઇ. વડોદરા શહેરમાંથી રૂપિયા ૫૬ લાખ ૩૨ હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા ૨૫ લાખ ૩૭ હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે