રાજકોટ: માતા સાથે જેનું અફેર હતુ તેના જ પ્રેમમાં પડી દીકરી, પછી ખેલાયો ખૂન ખેલ

શહેરમાંથી મિસ્ટ્રી ફિલ્મની વાર્તાને પણ ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો છે. મુંદરાના હમીરમોરા ગામના દરિયાકાંઠેથી 13મી જુલાઇના રોજ એક મહિલાનો અર્ઘ મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાની ભેદી રીતે હત્યા કરાયેલી હતી. જેમા પોલીસની અનેક ટીમો કામે લાગી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ હત્યાનું કાવતરું તેની 17 વર્ષની દીકરી અને મહિલાના જ પ્રેમી દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, માતા અને દીકરીનું એક જ પુરુષ સાથે અફેર ચાલી રહ્યું હતુ. માતા તે બંનેના સંબંધનો ઘણો જ વિરોધ કરી રહી હતી. જેથી દીકરીએ જ તેની માતા લક્ષ્મી ભટ્ટને ખતમ કરવા માંગતી હતી. મુન્દ્રા મરીન પોલીસે સગીર દીકરી, તેના પ્રેમી યોગેશ જોતિયાણા (37 વર્ષ) અને ગુનામાં મદદ કરનાર તેના મિત્ર નારણ જોગી (35 વર્ષ)ની ધરપકડ કરી લીધી છે. આ તમામ લોકો ભુજ નજીકના માધાપર ગામના રહેવાસી છે. 13 જુલાઈના રોજ, પોલીસને માધાપરથી લગભગ 55 કિમી દૂર હમીરમોરા ગામની નજીક દરિયા કિનારેથી મહિલાની કોહવાયેલી લાશ મળી હતી. જેમાંથી ભયંકર દુર્ગંઘ આવતી હતી.

મહિલાના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં પોલીસને મહિલાની ઓળખ અથવા મૃત્યુના ચોક્કસ કારણ વિશે કોઈ કડી મળી ન હતી. જેના કારણે આ હત્યાનો ભેદ સુલઝાવવો પોલીસ માટે ઘણો મુશ્કેલ બની ગયો હતો. પોલીસે ગુમ વ્યક્તિઓમાંની યાદી પણ તપાસી પરંતુ તેમાં પણ આવી કોઇ મહિલાની વાત ન હતી. તેમને માત્ર ખાતરી હતી કે, મૃતદેહ જે રીતે મળ્યો છે તે રીતે તો આ હત્યા જ છે.

જે બાદ પોલીસે મૃતક મહિલાએ પહેરેલી વસ્તુઓ અને મહિલાનું વર્ણન કરતી માહિતી આપતા પેમ્ફલેટ છાપીને અને GSRTC બસો, ખાનગી પેસેન્જર વાહનો, ગામડાઓ અને અન્ય જાહેર સ્થળોએ વહેંચીને તપાસ શરૂ કરી હતી. તેઓએ લોકોને વિનંતી કરી કે, જો તેઓને કોઈ માહિતી મળે તો તેઓને તરત જ આપે.

આ કેસમાં એક અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, “જ્યાંથી લાશ મળી હતી તે જગ્યા સંપૂર્ણપણે અલગ હતી. આ જગ્યા વિશે કોઇ બહારના વ્યક્તિને ખબર ન હોય શકે. જેથી પોલીસને શંકા હતી કે, આ કાવતરા પાછળ સ્થાનિક માછીમારો કે ત્યાં રહેતા લોકો સંકળાયેલા હોવા જોઇએ. જે બાદ પોલીસે નજીકના ગામડાઓમાં રહેતા કેટલાક લોકોનો વિશ્વાસ જીત્યો અને કેટલાક બહારના લોકોએ તાજેતરમાં દરિયા કિનારે અથવા ગામની મુલાકાત લીધી હતી કે, કેમ તેની શોધખોળ કરવા લાગ્યા.

આ દરમિયાન કેટલાક સ્થાનિકોએ પોલીસને જણાવ્યું કે, ચાર લોકો દોઢેક મહિના પહેલા હમીરમોરા ખાતે એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. ત્યારબાદ પોલીસે કાર્યક્રમની તારીખ શોધી કાઢી અને તે દિવસના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ મેળવ્યા. તેઓને ક્રાઈમ સ્પોટ નજીક જ એક વ્યક્તિ યોગેશ જોતિયાણાનું લોકેશન મળ્યું હતું. તે દિવસે થયેલાં મોબાઈલ ફોનના કોલ ડીટેઈલ રેકોર્ડ (CDR) મગાવ્યા અને તેની તપાસ કરતા એક મોબાઈલ નંબર પર નજર પડી હતી. આ ફોન નંબર પરથી 10-11 જૂલાઈની મધરાત્રે 3.18 કલાકે એક ફોન કોલ કરવામાં આવ્યો હતો. પોલીસે ટાવર ડમ્પના આધારે લોકેશન ચેક કરતાં જ્યાંથી મૃતદેહ મળ્યો તે આસપાસના જ વિસ્તારમાંથી આ ફોન થયો હોવાનું જાણવા મળ્યુ હતુ. પોલીસે મધરાત્રે જે નંબર પર ફોન કરાયેલો તે નંબરની વિગત મેળવતાં તે મોબાઈલ નંબર હમીરમોરા ગામના જ એક યુવકનો હોવાનું સ્પષ્ટ થયેલું.

પોલીસે તેનું સરનામું મેળવીને તેની સઘન તપાસ આદરી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે જ હત્યા કર્યાની કબૂલાત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણ આરોપીઓએ લક્ષ્મીને સામાજિક સમારોહમાં લઈ જઈને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. 13 જુલાઈના રોજ, તેઓ હમીરમોરા પહોંચ્યા અને તેમના પ્લાનિંગ પ્રમાણે, દરિયા કિનારે ફરવા ગયા. અહીં, જોટાણીયાએ લક્ષ્મીના માથા પર કોઈ હથિયાર માર્યુ હતુ. જેના મૃત્યું પછી તેઓ તના મૃતદેહને એક અલગ જગ્યાએ દફનાવ્યો અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

નોંધનીય છે કે, સાત વર્ષ પહેલા લક્ષ્મીના લગ્ન જિતેન્દ્ર ભટ્ટ સાથે થયા હતા અને આ તેના બીજા લગ્ન હતા. પ્રથમ લગ્નથી લક્ષ્મીને એક પુત્રી હતી. જે પણ તેની સાથે માધાપરમાં રહેવા આવી હતી. છ મહિના પહેલા લક્ષ્મી જોટિયાનાના પ્રેમમાં પડી હતી. જે રંગરોગાનનું કામ કરતો હતો.

આની જાણ લક્ષ્મીના પતિને થતા તેમના વચ્ચે ઘણાં ઝઘડા થતા હતા. તે છતાં, પતિની ગેરહાજરીમાં પ્રેમી ઘરે આવતો હતો. આ દરમિયાન લક્ષ્મીની દીકરીની પણ આ યુવક સાથે આંખો મળી અને તે પણ પ્રેમી સાથે કામ પર જવા લાગી હતી. આ મુલાકાતોમાં દીકરીને પણ માતાના પ્રેમી સાથે પ્રેમ થઇ ગયો. આ વાતની જાણ લક્ષ્મીને થતા દીકરી અને માતા વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પ્રેમી સાથે મળીને દીકરીએ હત્યાનો પ્લાન બનાવી દીધો હતો.