રાજકોટ મનપાનું ૨૮૧૭.૮૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ડ્રાફ્ટ બજેટની અંદર ૧૭.૭૭ કરોડના કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ

રાજકોટ, રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫ નું ૨૮૧૭.૮૦ કરોડનું ડ્રાટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્ર્નર આનંદ પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. ૩૧.૦૧.૨૦૨૪ના રોજ રજુ કરવામાં આવેલ ડ્રાટ બજેટની અંદર ૧૭.૭૭ કરોડના કરબોજ સાથેનું ડ્રાટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા કરાયું સૂચન હાલમાં પ્રતિ દિન ૧ રૂ. લેવામાં આવે છે. જે વધારી ૨ રૂ. લેવા અને વોટર ચાર્જ વાષક ૧૫૦૦ થી વધારી ૧૬૦૦ કરવા કરાયું સૂચન કરવામાં આવ્યું છે. જો કે આગામી લોક્સભાની ચૂંટણીને યાનમાં રાખી કરબોજ વગરનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ વર્ષે ૨૮૧૭.૮૦ કરોડનું ડ્રાટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ શહેરી પરિવહન સુવિધા સુદ્રઢ બનાવવા ભાર મુકવામાં આવ્યો છે. વોટર મેનેજમેન્ટ માટે વોટર ઓપરેશન અને મેઇન્ટેનન્સ સેલ, જળ સંચય સેલ, નવા પાણીના ોત શોધવા, જનભાગીદારીથી જળ સંવર્ધન પર કામ કરવામાં આવશે. જયારે પરિવહન સુવિધાને યાનમાં રાખી ૧૭૫ નવી ઇલેક્ટ્રિક બસ અને ૧૦૦ ઝ્રદ્ગય્ બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના અંતર્ગત મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા રાજકોટ શહેરને ૧૦૦ ઈલેક્ટ્રીક બસ ફાળવવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. આ ૧૦૦ બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવરની બાજુમાં આવેલ ફાઈનલ પ્લોટ નં. ૮૩ ઉપર અંદાજીત રૂ.૧૬ કરોડ ના ખર્ચે ઈ- બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલ છે. જયારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૦૦ સીએનજી બસની વહિવટી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે તેમજ આ ૧૦૦ બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવરની બાજુમાં આવેલ ફાઈનલ પ્લોટ નં.૮૩ ઉપર અંદાજીત રૂ.૮ કરોડ ના ખર્ચે ડેપો બનાવવાનું આયોજન કરેલ છે.

વર્ષ ૨૦૧૮થી શરૂ કરવામાં કાર્પેટ એરીયા આધારીત પધત્તિના અમલ કરતી વખતે કન્ઝર્વન્સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડેનેજ ટેક્ષ અને દિવાબતી ટેક્ષ રદ કરવામાં આવેલ માત્ર સામાન્ય કર રહેણાંક માટે રૂ.૧૧ પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ.૨૫ પ્રતિ ચો.મી રાખવામાં આવેલ. આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે પણ મકાન વેરાના દર રૂ.૧૧ પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ.૨૫ પ્રતિ ચો.મી. યથાવત રાખવામાં આવેલ છે.

ચાલુ વર્ષમાં આજીવન વાહન વેરો એડવોલેરમ પધતિ મુજબ રૂ. ૯૯,૯૯૯ સુધીની કિંમતના વાહનમાં ૧.૫% મુજબ તથા રૂ.૧ લાખથી રૂ. ૭.૯૯ લાખ સુધીની કિંમતના વાહનમાં ૨.૫% મુજબ તથા ૮ લાખથી વધુ કિંમતના વાહનમાં ૩% મુજબ અંદાજીત આવકનો લક્ષ્યાંક રૂ.૨૮ કરોડ હતો. આજ સુધીમાં રૂ.૨૩.૧૫ કરોડ જેટલી વસુલાત થઈ ગઇ છે અને આ વર્ષના અંતે રૂ.૨૮ કરોડ થવાનો અંદાજ છે. જયારે આગામી વર્ષમાં વાહનવેરાની આવક રૂ. ૩૦ કરોડ થવાની સંભાવના છે.

આજી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ ૧૧.૫૦ કી.મી લંબાઈમાં કામ કરવાનું નક્કી થયેલ જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારમાં પ્રેઝેન્ટેશન કરવામાં આવેલ સ્વણમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવર ફ્રન્ટની ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં કામે સરકાર દ્વારા પ્રથમ ફેઇઝની અંદાજીત કુલ રૂ.૧૮૭ કરોડની દરખાસ્તની સૈધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. જેમાં રામનાથ મંદિરનો ર્જીણોધાર હાથ ધરવામાં આવશે. તેમજ ચોમાસાની ૠતુ દરમ્યાન ગંદા પાણીથી મહાદેવને અભિષેક થતો અટકાવવા ઘાટનુ નિર્માણ હાથ ધરવામા આવેલ છે. તથા રામનાથ મહાદેવ મંદિરની ઉતર અને દક્ષિણ બન્ને તરફ ૫૦૦ મી. મળી કુલ ૧.૧ કી.મી. લંબાઈમાં આ કામને પાઇલોટ પ્રોજેકટ તરીકે ડેવલપ કરવામા આવશે.