રાજકોટ મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતી વિખેરાઇ ગઇ, સમિતીના તમામ સભ્યોના રાજીનામા લેવાયા

રાજકોટ,ભાજપમાં મોટો ભૂકંપ આવ્યો છે. રાજકોટ મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ રાજીનામા લેવાયા છે. જેથી હવે ટુંક સમયમાં નવી સમિતિ બનશે. જો કે રાજકોટ શહેર પ્રમુખે આંતરિક વિખવાદનો ઇનકાર કરી દીધો છે. સી.આર. પાટીલે ચેરમેન, વાઈસ ચેરમેન સહિત ૧૫ સભ્યોની ગાંધીનગરમાં બેઠક બોલાવી હતી.. આ બેઠક બાદ તમામના રાજીનામા લઈ લેવાયા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને સભ્યોના રાજીનામા

  1. અતુલ પંડિત  ચેરમેન
  2. સંગીતા બેન છાયા  વાઇસ ચેરમેન
  3. કિશોર પરમાર  સભ્ય
  4. વિજય ટોળીયા  સભ્ય
  5. રવિ ગોહેલ  સભ્ય
  6. કિરીટ ગોહેલ  સભ્ય
  7. તેજસ ત્રિવેદી  સભ્ય
  8. જે ડી ભાખડ  સભ્ય
  9. શરદ તલસાણીયા  સભ્ય
  10. અશ્ર્વિન દુઘરેજીયા  સભ્ય
  11. ધૈર્ય પારેખ  સભ્ય
  12. ફારૂખ બાવાણી  સભ્ય
  13. પીનાબેન કોટક  સભ્ય
  14. જાગૃતિબેન ભાણવડિયા  સભ્ય
  15. મેઘાવી સિંધવ  સભ્ય

રાજકોટ-શહેરના રાજકારણ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના તમામ સભ્યના રાજીનામાં લઇ લેવાયા છે. પ્રદેશ પ્રમુખની સૂચનાથી ચેરમેન સહિત ૧૫ સભ્યોએ રાજીનામાં આપ્યા છે. તો રાજીનામાં લેવા પાછળના કારણ અંગે શહેર ભાજપ પ્રમુખે મૌન સેવ્યુ છે. તેમણે આ એક ઔપચારિક પ્રક્રિયા હોવાનો દાવો કર્યો છે.

ગઇકાલે જ ગાંધીનગર કમલમ ખાતે શિક્ષણ સમિતીના ચેરમેન,મેયર,શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓને ગાંધીનગર ખાતે બેઠક કરાઇ હતી. જે પછી આજે અચાનક આખી સમિતી વિખેરાઇ ગઇ છે. જેની પાછળ કેટલાક કારણો હોવાનું જાણવા મળી રહ્યુ છે. મળતી માહિતી પ્રમાણે રાજીનામા પાછળના કારણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં આંતરિક જુથવાદ, શહેર ભાજપ સંગઠન અને શિક્ષણ સમિતી વચ્ચે સંગઠનનો અભાવ હોવાનો આક્ષેપ, શિક્ષણ સમિતી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, શિક્ષણ સમિતીની વરણી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં થઇ હોવાના છે.