રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકાના રૂપિયા ૨૮૪૩.૫૨ કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ મ્યુનિસિપલ કમિશ્ર્નર દ્વારા રૂપિયા ૧૭.૭૭ કરોડનો કરબોજો લાદવામાં આવ્યો હતો તે સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કર્યા બાદ નામંજૂર કરી દીધો છે. કમિટી દ્વારા વિવિધ ૧૮ નવી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મેયર, કોર્પોરેટરોની ગ્રાન્ટ વધારીને ૬ લાખની કરાઈ છે.
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂપિયા ૨૮૪૩.૫૨ કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ મ્યુનિસિપલ કમિશ્ર્નર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં રૂપિયા ૧૭.૭૭ કરોડનો કરબોજો લાદવામાં આવ્યો હતો જેનો સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કર્યા બાદ નામંજૂર કરી દીધો છે. કમિટી દ્વારા બજેટમાં રૂપિયા ૨૫.૭૧ કરોડનો પણ વધારો કરવામાં આવ્યો છે.
વોટર પ્રુફ રૂ કોટિંગવાળા રોડ બનાવવા, સિટી બસ શરૂ કરવી જેવી રૂપિયા ૫૦ કરોડની ૧૮ નવી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ કોર્પોરેટરોની ગ્રાન્ટ વધારાઈ છે. મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય હોદ્દેદારોની ગ્રાન્ટ ૬ લાખની કરાઈ છે. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષના નેતાને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ શાળાઓ માટે ૪ લાખથી વધારી ૬ લાખની કરાઈ છે.
પુસ્તકાલયોના નવીનીકરણ માટે રૂપિયા ૪૫ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં વોટર પ્રુફ રૂ કોટિંગવાળા રોડ બનાવવામાં આવશે, જે ૭.૫ ઈંચની સાઈઝના બનાવવામાં આવશે. સિનિયર સિટિઝન, થેલેસેમિયાગ્રસ્તને સિટીબસમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા પર ભાર મૂકાશે.