રાજકોટ, રાજકોટ મનપાના કર્મચારીની ઓળખ આપી છેતરપિંડી કરવામાં આવી રહી છે. જેમાં વેરા વસૂલાત ખાતાનો કર્મી હોવાનું કહી રૂપિયા ૭૭ હજાર પડાવ્યા છે. તેમજ વેરો નહીં ભરાય તો કારખાનું સીલ કરવા માલિકને ધમકી આપી છે. ત્યારે કારખાનેદારની તપાસમાં ઇસ્ઝ્રનો કર્મી નકલી હોવાનું ખૂલ્યું છે.
મ્યુનિ. કમિશનર આનંદ પટેલની નાગરીકોને અપીલ છે કે વેરા વસૂલાત શાખાની કચેરી જઈ રુબરૂ ટેક્સ ભરવો જોઇએ. તેમજ રૂબરૂ અથવા ડિજિટલ મારફતે ટેક્સ ચૂકવવો જોઈએ. મનપાનાં ટેક્સ બ્રાન્ચના નામે છેતરપિંડી મામલે મ્યુ કમિશનરે નિવેદન જાહેર કર્યું છે. ટેક્સ વિભાગ સિવાય કોઈ વ્યક્તિ સાથે રોકડ વ્યવહાર કરવો નહિ. તેમજ વેરા વસૂલાત શાખાની કચેરી કે ઓફિસ ખાતે જઈને જ રૂબરૂ પૈસા આપવા જોઇએ.
ત્રાહિત વ્યક્તિઓ મારફત ટેક્સ રોકડના સ્વરૂપમાં આપવો જોખમી બની શકે છે. તેમજ નાગરિક સચેત રહીને આ વ્યવહારથી દુર રહે અને ટેક્સ ડિજિટલ અને રૂબરૂ ટેક્સ ચૂકવે. જે વ્યક્તિ સાથે ફ્રોડ થયો છે તેને લઈને પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવે તે માટે અમે કાર્યકરી રહ્યાં છીએ.