રાજકોટમાં ટુરિસ્ટ સંચાલકો ૨૦ લાખ રુપિયાનું ફુલેકું ફેરવી ફરાર, નોંધાઇ પોલીસ ફરિયાદ

રાજકોટ,રાજકોટમાં સ્માઇલ હોલીડેના સંચાલકો ૨૦ લાખનું ફુલેકું ફેરવી ફરાર થઇ જતા લોકોને રોવાનો વારો આવ્યો છે. સ્માઇલ હોલીડેના દીપક તન્ના અને રિદ્ધિ તન્ના ૨ પરિવારના ૨૦ લાખ ૪૦ હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયા છે.

હાલમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યુ છે. લોકો પરિવાર સાથે બહાર જવાના આયોજન બનાવતા હોય છે. જોકે ટુરિસ્ટ સંચાલકોની લોભામણી જાહેરાતોમાં આવશો તો છેતરાશો. રાજકોટમાં સ્માઇલ હોલીડેના સંચાલકો ૨૦ લાખનું ફુલેકું ફેરવી ફરાર થઇ જતા લોકોને રોવાનો વારો આવ્યો છે. સ્માઇલ હોલીડેના દીપક તન્ના અને રિદ્ધિ તન્ના ૨ પરિવારના ૨૦ લાખ ૪૦ હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયા છે. ફરિયાદીએ સિંગાપોર અને મલેશિયાના ટૂર પેકેજનું બુકિંગ કરાવ્યું હતું. સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં સંચાલક દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.