રાજકોટમાં ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત, ગરબાના તાલે ઝૂમી આવકાર્યા

રાજકોટ,

આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટી-૨૦ મેચ રમાવવાની છે, ત્યારે રાજકોટ ખાતે ટીમ ઈન્ડિયા અને શ્રીલંકાનું આગમન થયું છે. એરપોર્ટ ખાતે બન્ને ટીમ આવી પહોંચી છે. જ્યારે ટીમ ઇન્ડિયા હોટલ સયાજી ખાતે પહોંચી છે અને ટીમ શ્રીલંકા હોટલ ફોર્ચ્યુન ખાતે પહોંચી છે. હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાનું કરવામાં સ્વાગત કરવામાં આવ્યું છે. રેડ કાર્પેટ પર ખેલાડીઓ અને ક્રુ મેમ્બરનું સ્વાગત કરવામાં આવ્યું છે. ગરબાના તાલે ઝૂમી ખેલૈયાઓએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું સ્વાગત કર્યું છે. કુમકુમ અક્ષતના તિલક કરી બુકે આપી કર્યું ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે.

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં આવતીકાલે મેચ છે, જેને પગલે ભારતી અને શ્રીલંકાના ક્રિકેટરો રાજકોટમાં છે. નોંધનીય છે કે, આવતીકાલે સિરીઝની ત્રીજી અને ફાઇનલ મેચ છે અને ૩ મેચની સિરિઝમાં બંને ૧-૧થી બરાબર છે, તેવામાં જે ટીમ જીતશે તે સીરિઝ પર કબજો કરશે.પરંપરાગત ગરબાના તાલે ઝૂમ્યા ખેલૈયાઓ. કુમકુમ તિલક કરી ખેલાડીઓને આવકારાયા હતાં રાજકોટમાં કાલે ભારત-શ્રીલંકાની ટી ૨૦ મેચ યોજાશે. ભારતીય અને શ્રીલંકાની ટીમનું રાજકોટમાં સ્વાગત કરાયું હતું જેમાં હાર્દિક પંડ્યા,અક્ષર પટેલ,ઈશાન કિશન, સુર્યાકુમાર યાદવ, ઉમરાન મલિક સહિતના સ્ટાર ક્રિકેટરો રાજકોટમાં આવી પહોંચ્યા હતાં.