રાજકોટ, રાજકોટમાં ૩ મહિનાનાં ઈમરાન કાથરોટિયાં નામનું બાળક બિમાર થતાં ગોંડલથી રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, બાળકની માતાએ આક્ષેપ કર્યો છે કે તેનું બાળક બિમાર હતું, તેને સારવાર અર્થે હોસ્ટિટસ લાવ્યા હતા. પરંતુ તબીબે આંચકીનું કહી મશીનમાં સારવાર માટે રાખ્યો હતો.
પરિણામે સારવાર દરમિયાન મશીન ગરમ છવાથી બાળકનો પગ દાઝી ગયો હતો. તેમજ બાળકનું મૃત્યુ થવાથી પોતાના વહાલસોયા દીકરાને ગુમાવતા માતાપિતાએ જનાના હોસ્પિટલના તબીબ વિરૂદ્ધ તબીબોની બેદરકારીને કારણે મોત થયાના આક્ષેપો કર્યા છે.