રાજકોટ, રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને કથિતપણે નિ:સંતાન દંપતીને વેચી દીધા બાદ હોમિયોપેથીના પ્રેકટીશનર સહિત બે જણાની ધરપકડ કરવામાં આવી હતી. તે સિવાય બળાત્કાર અને માનવ તસ્કરીના કેસમાં એક ૧૫ વર્ષીય કિશોરની પણ અટક કરાઈ છે.
હોમિયોપેથિના પ્રેકટીશનર ડો. ઘનશ્યામ રાદડીયા રાકોટ ગામમાં પ્રસૂતિ ગૃહ ચલાવે છે. આ અંગે એક મહિલાએ ડોક્ટર અને ત્રણ અન્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ બુધવારે રાત્રે તેની ધરપકડ કરાઈ હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ડો.રાદડીયાએ ૨૦ જાન્યુઆરીએ તેની સગીર દિકરીનું ડિલીવરીનું પરિક્ષણ કર્યું હતું અને નવજાતની કસ્ટડી પોતાની પાસે રાખી હતી. વધુમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે મારા પતિના ૨૦ વર્ષીય પિતરાઈ ભાઈ, તેના કાકાના ૧૫ વર્ષીય પૌત્ર દ્વારા મહિનાઓ સુધી મારી સગીર દિકરી પર બળાત્કાર ગુજારતા તેણે ગર્ભ ધારણ કર્યો હતો. જેમાં ૨૦ વર્ષીય આરોપીની ધરપકડ કરાઈ હતી. જ્યારે ૧૫ વર્ષીય કિશોરને કોર્ટમાં મોકલાયો હતો.
આ અંગે એફઆઈઆર થતા કોર્ટે (નિસંતાન) દંપત્તીને શીશુની કસ્ટડી રાજકોટના અનાથાશ્રમને સોંપવાનો નિર્દેશ કર્યો હતો. એક પોલીસ અધિકારીનું કહેવું છે કે બચી ગયેલા આરોપીઓ સામાન્ય મકાનોમાં રહે છે. કાકા અને પિતરાઈ ભાઈ જ્યારે સગીરા એકલી હોય ત્યારે તેના નાના ભાઈને મારી નાંખવાની ધમકી આપીને તેના ઘરમાં જબરજસ્તીથી ઘુસી જતા હતા અને તેની સાથે દુષ્કર્મ કરતા હતા.
બીજીતરફ છોકરીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. બાદમાં તેના માતા પિતા તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. જેમાં અલ્ટ્રાસાઉન્ડથી જાણવા મળ્યું કે છોકરી આઠ મહિનાની ગર્ભવતી છે. વધુમાં પોલીસ કહ્યું કે છોકરીના પિતાએ તેના બે કાકાઓને આ અંગે જાણ કરી હતી. છોકરીએ તેના એક કાકા જેમના પૌત્રનું નામ આરોપી હોવાનું જણાવ્યું હતું. જોકે માતાપિતાની પ્રતિષ્ઠાને પગલે આ બાબતની જાણ ન કરવા સમજાવ્યા હતા. તેમણે દંપતીને પૌત્ર અને ભત્રીજો ગામ છોડી દેશે અને છોકરીના લગ્ન નહી થાય ત્યાં સુધી પરત નહી આવે તેવું કહ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીના પિતા ૨૦ જાન્યુઆરીના રોજ ડો.રાદડીયાના પ્રસૂતિગૃહમાં ગયા હતા. રાદડીયાએ શીશુની સાંભળ રાખવાનું કહીને આ માચે રૂ. ૭૦,૦૦૦ લેશે, એમ કહ્યું હતું. તેમણે આ રકમ રાદડીયાને ચુકવી પણ દીધી હતી અને નવજાતને પ્રસુતિગૃહમાં છોડી દીધું હતું. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે ડોક્ટરે સ્થાનિકની મદદથી એક નિસંતાન દંપતીને બાળક આપ્યું હતું, એમ પોલીસે કહ્યું હતું. બળાત્કારના બે આરોપી એક મહિનામાં ગામમાં પરત આવતા બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસનો સંપર્ક સાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ અન્ય ફરિયાદને આધારે અમે છોકરીના પિતરાઈ ભાઈ, કાકા અને પિતરાઈ ભાઈના દાદા કે જે તેને ડિલીવરી માટે પ્રસુતિગૃહ લઈ ગયા હતા તેમની સામે નોંધણી કરી છે. ચારેય આરોપી સામે મહિલા પર વારંવાર બળાત્કાર ગુજારવો, સગીરા પર બળાત્કાર, માનવ તસ્કરી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે બુધવારના રોજ ડો. રાદડીયાની ધરપકડ કરી હતી અને તેમના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે ડોક્ટરે બાળક વેચ્યું હોવાનો ઇન્કાર કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. હકીક્તમાં તેણે નોર્મલ ડિલીવરી માટે રૂ. ૭૦,૦૦૦ વસૂલ્યા હોવાથી તે ગુનામાં તેની સંડોવણી દર્શાવે છે.