રાજકોટ, રાજકોટમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો છે. ગળાફાંસા ખાઇને ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. માડાં ડુગર પાસે રાધિકા રેસીડન્સીમાં આ ઘટના ઘટી છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રકાશ નર્સિંગનો અભ્યાસ કરતો હતો. તે તેના માતા પિતાનો એકનો એક પુત્ર છે.તેની સાથે આપઘાત કરનાર યુવતી ઉર્વશી ઉર્ફે ભાવિશા વાઘેલા લોથડા ગામની વતની છે. પોતે પરિણીત અને એક દીકરાની માતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. મળતી વિગતો અનુસાર, પ્રકાશ અને ઉર્વશી ઉર્ફે ભાવિશા છેલ્લા છ સાત મહિનાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો.
નોંધનીય છે કે બંને પોતપોતાના ઘરેથી નીકળી જઈ આજરોજ માંડા ડુંગર પાસે આવેલા રાધિકા રેસીડેન્સી ખાતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ગુરૂવારના રોજ સવારે પાણી આવ્યું હતું, જે પાણી મોડે સુધી ભરવા માટે યુવતી નીચે ન આવતા મકાન માલિક તપાસ કરવા માટે ઉપરના રૂમમાં ગયા હતા. ત્યારે દરવાજો ખખડાવવા છતાં બારણું નહીં ખોલતા બારીમાંથી રૂમમાં જોતા બંને લટક્તી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.-