
રાજકોટ,
શહેરમાં જાહેરમાં પાર્ટીને રોકવા જતા ઘર્ષણ થયો હોવાની ઘટના સામે આવી છે યુવકો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા હતા. પોલીસે જાહેરમાં ઉજવણી કરતા અટકાવતા ઘર્ષણ થયું હતું. સાથે જ કેટલાક યુવકો નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ છે. આ મામલે માલવિયાનગર પોલીસે ૯ સામે ફરિયાદ નોંધી છે.
આ બનાવ રાજકોટના સ્વામીનારાયણ ચોક પર બન્યો હતો. જ્યાં કેટલાક યુવકો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. પોલીસે જાહેરમાં ઉજવણી કરતાં અટકાવતાં ઘર્ષણની ઘટના બની હતી. જે પોલીસે ૯ સામે ફરિયાદ નોંધી છે. મારામારી, ટોળાનો પોલીસ પર હુમલાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વિશાલ જોશી, નયનાબેન જોશી, મિતાલીબેન જોશી, દર્શન નિલેશભાઈ ભટ્ટ, કિરીટ ઉર્ફે કિરો પીઠડીયા, વિનય ભટ્ટ, ગોપાલ બોળીયા, પ્રતીક માંલમ નામના લોકો સામે ફરિયાદ નોંધી છે.