રાજકોટમા પીજીવીસીએલના દરોડા, ૭૦ લાખની વીજ ચોરી ઝડપાઇ

રાજકોટ,રાજકોટના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોર વિરુધ કાર્યવાહી કરવા આવી રહી છે. પીજીવીસીએલ વિભાગને વીજચોરી થતી હોવાનું ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ શહેર, ગઢડા અને વાંકાનેર પંથકમાંથી મોટાપ્રમાણમાં વીજ ચોરી ઝડપાઇ છે. મહત્વનું છે કે, તપાસમાં સામે આવ્યું હતું કે ૭૦ લાખથી વધુની વીજચોરી કરવામાં આવી હતી. રાજકોટ શહેર અને વાંકાનેરમાંથી અંદાજિત ૭૦ લાખની વીજ ચોરી ઝડપાઇ છે.

કનેક્શન સામે વીજળી કાઉન્ટ વધતા વીજ વિભાગના ધ્યાને સમગ્ર વાત આવતા પીજીવીસીએલ એકશનમાં આવ્યું હતું. જેને લઇ રાજકોટના વિવિધ વોસ્તારોમાં દરોડા પડ્યા હતા. મહત્વનું છે કે,પીજીવીસીએલના દરોડાને કારણે વીજ ચોરી કરનાર લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. સમગ્ર બાબતની ચેકિંગ દરમ્યાન મોટી સંખ્યામાં વીજ ચોરી ઝડપી હતી.

પીજીવીસીએલ દ્વારા ટીમ બનાવી રાજકોટના અલગ અલગ વોસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજકોટ શહેરમાં સૌથી વધુ ૭૦૨ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. આ ચેક કરાયેલા ૭૦૨ કનેક્શન માંથી ૧૧૯ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ હોવાની વાત સામે આવી હતી. વારંવાર આવી વીજ ચોરી કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ વીજચોરીમાં ગેરરીતી કરનાર લોકો હજી પણ એક ના બે થતા નથી.

રાજકોટના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા તપાસ કરતા મોટા પાયે જે ગેરરીતી સામે આવી હતી. અલગ અલગ ૪૪ જેટલી ટીમો આ માટે પીજીવીસીએલએ ટીમ કામે લગાવી હતી. જેમાં ચેક કરવામાં આવેલા કુલ ૭૦૨ કનેક્શન માંથી ૧૧૯ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ હોવાની વાત સામે આવી હતી. વાંકાનેરમાં ૪૬ કનેક્શનમાંથી ગેરરીતિ ઝડપાઈ, ગઢડા પંથકમાં ૬૩ કનેક્શનમાંથી વીજ ચોરી પકડાઈ આ સિવાઈ અલગ-અલગ ૪૪ ટીમોએ દરોડાની કાર્યવાહી કરી હતી. વિવિધ વિસ્તારોમાં દુકાન સહિતની જગ્યાઓ પર વીજ ચકાસણી કકરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલ દ્વારા મિટરો તપાસવામાં આવ્યા હતા. આ તમામ વીજચોરી કરનાર લોકો સામે કાર્યવાહી પણ PGVCL દ્વારા કરવામાં આવી રહી છે. ફરી વાર આવી ઘટના નહી બને તે માટે પણ દુકાનદારોને સુચના અપાઈ છે.