રાજકોટ, રાજકોટમાં આવકવેરા વિભાગની બિલ્ડર લોબી પર કાર્યવાહી કરવામાં આવી છે. નાણાકીય વર્ષના અંતમાં રાજકોટમાં આવકવેરા વિભાગે ૩૦ સ્થળે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના વ્યવહારોનો ખુલાસો થયો છે. તેમજ રોકડ અને સોનાના દાગીના પણ મળી આવ્યા છે. આ સાથે જ કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક,લેપટોપ, દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.
ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસિયેટ્સના ૩૦ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે.ઉંચી ઈમારત અને રોકડ વહીવટ પર આઇટીની નજર બાદ દરોડા પાડ્યા છે.આવકવેરા વિભાગે સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો મળ્યા છે. મોટા ઉદ્યોગપતિ,ડોક્ટર, સીએ,સોની વેપારીઓએ પ્રોજેક્ટમાં રોકાણ કર્યાનું સામે આવ્યું છે. તમામને ત્યાં પણ આગામી દિવસોમાં તપાસ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર તપાસ હજુ લાંબી ચાલે તેવી શક્યતાઓ છે.