રાજકોટ ૨૭ વર્ષીય સચિન પંચાસરા નામના વ્યક્તિ દ્વારા રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૩૮૪, આઈ.ટી એક્ટ હેઠળ લોન એપ્લિકેશનની લીંક મોકલનાર તેમજ તપાસમાં ખુલે તે તમામ વ્યક્તિ વિરુદ્ધ નોંધાવવામાં આવ્યો છે. આરોપી દ્વારા સચિન પંચાસરાને લિંક મોકલી ઓનલાઈન લોન એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી. તેમજ લોનની એપ્લિકેશન દ્વારા ૨૧૦૦ રૂપિયાની લોન આપવામાં આવી હતી.
તેમજ લોનની રકમ સામે પંચાસરા દ્વારા ૫,૫૯,૦૦૦ રૂપિયા ભરી દીધા હોવા છતાં પંચાસરાના સગા સંબંધીને ફોન કરી તેમજ બિભત્સ મેસેજ મોકલી આપવામાં આવ્યા હતા. તો સાથે જ મોર્ફ કરેલા ફોટાઓ મોકલી ધાક ધમકી આપીને ૫,૫૬,૯૦૦ જેટલી રકમ બળજબરીપૂર્વક પડાવી હેરાન પરેશાન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, પોતે રાજકોટ શહેરના શ્યામ હોલ પાસે આવેલા ડીમાર્ટ પાસે રહે છે. તેમજ હાલ પોતે પ્રાઇવેટ નોકરી કરે છે. અંદાજિત એક વર્ષ પૂર્વે પોતાના મોબાઈલ ઉપર એક લિંક આવી હતી. જે લિંક ઓપન કરતાં જુદી જુદી લોનની એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી. ઓનલાઇન સસ્તા વ્યાજ દરે લોન આપતા હોવા અંગેની જાહેરાત જોવા મળી હતી. પૈસાની જરૂરિયાત હોવાના કારણે લોનની પ્રક્રિયા કરતાં ૨૧૦૦ રૂપિયાની લોન મંજૂર થઈ હતી.
તેમજ ત્રણ મહિનામાં વ્યાજ સહિત ફરી આપવાની સૂચના પણ આપવામાં આવી હતી. ૨૧૦૦ રૂપિયા બેક્ધ એકાઉન્ટમાં જમા થયા હતા. એક સપ્તાહ બાદ ૨૧૦૦ની લોનના ૩,૫૦૦ ભરવા માટે ધાકધમકી આપવામાં આવતી હતી. તો સાથે જ અશ્લીલ ફોટાઓ અને મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા પંચાસરા દ્વારા જુદા જુદા સમયે પે સહિતના માધ્યમથી ૫,૫૯,૦૦૦ ચૂકવવામાં આવ્યા હતા. તેમ છતાં આરોપી દ્વારા વધારાના રકમની માંગણી કરવામાં આવતા પંચાસરાએ ૧૯૩૦ ઉપર બનાવ સંદર્ભે જાણ કરી હતી.
આરોપીએ ઓનલાઇન લોન આપી લોનની રકમ કરતાં વધારે રકમ પડાવવા માટે કોલ તેમજ મોબાઇલ ફોનથી પંચાસરાના મોબાઇલમાં રહેલા કોન્ટેક્ટ લિસ્ટ વાળા વ્યક્તિઓને અશ્લીલ ફોટા તેમજ મેસેજ કરવાની ધાક ધમકી આપવામાં આવી હતી.