
દર્દીના ખોટા રીપોર્ટ બનાવી આયુષ્માન યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવનાર હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી. રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ આયુષ્માન યોજનામાંથી રદ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર નિહિત બેબી કેર હોસ્પિટલ ખોટા રિપોર્ટ બનાવી કૌભાંડ આચરતી હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે આરોગ્ય વિભાગે ૬ કરોડ ૫૪ લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. નિહિત બેબી કેર હોસ્પિટલમાં સ્વસ્થ બાળકોને બીમાર દર્શાવતા રિપોર્ટ તૈયાર કરાતા હતા. હોસ્પિટલે ૧૧૬ કેસ પ્રિ ઓથ માટે મૂકવામાં આવ્યા હતા. જેની કુલ રકમ આશરે ૬૫,૪૭,૯૫૦ હતી. તેની સામે ગાંધીનગર આરોગ્ય કમિશનરની કચેરી દ્વારા દસ ગણી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.