
રાજકોટ, ગુજરાતના રાજકોટમાં ગત મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ૧૫૦ ફૂટના રિંગ રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ રામાપીર ચોકડી બ્રિજ ઉતરતા પૂરપાટ ઝડપે આવતી મસડીઝ કારે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે આ કારમાં કાર ચાલક અને એક યુવતી હોવાની માહિતી સાંપડી છે. જો કે આ અકસ્માત બાદ કાર ચાલક અને યુવતી કાર મૂકીને ફરાર થઇ ગયા છે. તેમજ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ કારનો વીમો પૂરો થઈ ગયો હતો.
જ્યારે આરટીઓની વેબસાઇટ મુજબ કારના માલિકનું નામ વિરેન જસાણી છે. જેના આધારે પોલીસે કાર માલિક અને તેને કોણ ચલાવતું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે.